Almond Tips: બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે નકલી બદામ ખાતા હોય તો તે ફાયદો કરવાને બદલે તમને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે હાલમાં બજારમાં જે નકલી બદામ આવી રહી છે તે પણ અસલી બદામ જેવી જ દેખાય છે, પરંતુ તેમના પોષક તત્વો ઓછા હોય છે અને તે હાનિકારક પણ હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું જેના દ્વારા તમે અસલી અને નકલી બદામને ઓળખી શકો છો. જાણો રીત..


રંગ અને આકાર જુઓ 
અસલી બદામનો રંગ આછો ભુરો હોય છે અને તેનો આકાર થોડો લાંબો અને ગોળાકાર હોય છે. નકલી બદામનો રંગ ઘાટો હોઈ શકે છે અને તેમનો આકાર અસમાન હોઈ શકે છે. જો બદામનો રંગ અને આકાર યોગ્ય ના લાગે તો તે નકલી હોઈ શકે છે.


સ્વાદ પર ધ્યાન આપો 
વાસ્તવિક બદામનો સ્વાદ મીઠો અને મખમલી હોય છે. નકલી બદામનો સ્વાદ કડવો અથવા વિચિત્ર હોઈ શકે છે. જો બદામનો સ્વાદ યોગ્ય ના હોય, તો તે નકલી હોઈ શકે છે.


ગંધની તપાસ કરો 
અસલી બદામમાં થોડી મીઠી ગંધ હોય છે. જો બદામમાંથી વિચિત્ર અથવા ખરાબ ગંધ આવે છે, તો તે નકલી હોઈ શકે છે. નકલી બદામની ગંધ ઘણીવાર વાસ્તવિક બદામથી અલગ હોય છે, જેનાથી તેને ઓળખી શકાય છે. તમારા સ્વાસ્થ્ય માટે તેને ઓળખવી મહત્વપૂર્ણ છે.


પાણીમાં નાંખીને જુઓ
બદામને થોડીવાર પાણીમાં પલાળી રાખો. અસવી બદામ ધીમે ધીમે પાણીમાં પલળે છે અને તેનો રંગ બદલાતો નથી. નકલી બદામ ઝડપથી ભીની થઈ જાય છે અને તેનો રંગ પાણીમાં ભળી શકે છે.


છાલ તપાસો
અસલી બદામની છાલ પાતળી અને સરળતાથી દૂર કરવામાં આવે છે. નકલી બદામની છાલ જાડી અને સખત હોઈ શકે છે


બજાર અને બ્રાન્ડની વિશ્વસનીયતા
બદામ ખરીદતી વખતે હંમેશા વિશ્વાસપાત્ર બજાર અને બ્રાન્ડમાંથી ખરીદો. જો કોઈ વ્યક્તિ બદામ ખૂબ સસ્તી વેચાઇ રહી છે, તો તેની ગુણવત્તા પર શંકા કરો.


લેબલ્સ અને પેકેજીંગ જુઓ
બદામનું પેકેજિંગ અને લેબલ કાળજીપૂર્વક તપાસો. તેમાં આપવામાં આવેલી માહિતી જેમ કે એક્સપાયરી ડેટ, બ્રાન્ડ નેમ અને અન્ય માહિતી સાચી હોવી જોઈએ. નકલી બદામ ખાવાથી બચવા માટે અપનાવો આ સરળ રીતો. જો તમને શંકા છે કે બદામ નકલી છે, તો તેને ખરીદવાનું ટાળો.