Arms fat loss: બેલી ફેટની જેમ હથા પર જામેલી ચરબી પણ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે કેટલીક ડિઝાઇનના આઉટફિટને અવોઇડ કરવા પડે છે. હાથનું ચરબી ધટાડવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ.
વધતા વજનને કારણે આપણા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં હાથ પરનો ફેટ સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે કેટલીક ડિઝાઇનના આઉટફિટને અવોઇડ કરવા પડે છે.. હાથમાં એટલી હઠીલી ચરબી જમા થાય છે કે તેને છુપાવી શકાતી નથી. કોઈપણ વ્યક્તિના વધતા વજનનું કારણ તેના આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલું છે.
સ્વીટને અવોઇ કરો
જો આપ મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન સંપૂર્ણપણે આપણા નિયંત્રણની બહાર થઈ જાય છે. આ કારણથી આપણા શરીરનું વજન વધે છે અને સાથે જ તેની અસર આપણા હાથોમાં પણ જોવા મળે છે.
રિફાઇન્ડનું સેવન કરો
આપને સાંભળીને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે મેંદામાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું વધુ પડતું સેવન સ્થૂળતાનું મોટું કારણ છે. રિફાઈન્ડ શરીરના અમુક ભાગોમાં ચરબીનું કારણ બની શકે છો, ભોજનમાં બાજરી, મકાઈ, જવ અથવા જુવાર વગેરેનો સમાવેશ કરી શકો છો. તે સ્વસ્થ આહારનો એક ભાગ છે.
આ ખોરાકનું સેવન અવશ્ય કરો
આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે આપણને અનિચ્છનીય ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
મસાલાઓમાં હળદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે જલ્દી જ તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવી શકશો.
હાથની માલિશ કરવાથી અનિચ્છનીય ચરબી પણ દૂર થાય છે. આ માટે સરસવનું તેલ, તલનું તેલ, ચાઈનીઝ હળદરનું મિશ્રણ બનાવી તેના હાથની સારી રીતે માલિશ કરો.