Health: સતત બગડતી જીવનશૈલીને કારણે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકોને પણ માઈગ્રેનની સમસ્યા થવા લાગી છે. તમને જણાવી દઈએ કે માઈગ્રેનમાં માથાના અડધા  ભાગમાં  દુખાવો થાય છે. માઇગ્રેઇના ગુજરાતમાં , આધાશીશીનો દુખાવો કહે છે. તે નેણથી લઇને પાછળ ગરદન સુધી એક જ ભાગમાં દુખે છે. રામદેવબાબાએ આ દુખાવાને મટાડવાનો દેશી નુસખો આપ્યો છે.

બાબા રામદેવનો દેશી નુસખો

બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાના લેટેસ્ટ વીડિયોમાં તેણે માઈગ્રેનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે એક સરળ અને ઘરેલું ઉપાય બતાવ્યો છે. વીડિયોમાં બાબા રામદેવ જલેબી બનાવતા જોવા મળી રહ્યા છે. બાબા રામદેવ કહે છે કે ગાયના દૂધમાંથી બનાવેલ દેશી ઘીમાં બનેલી જલેબી સવારે ખાલી પેટ ગાયના  દૂધ સાથે ખાવાથી  માઈગ્રેનનો દુખાવો ઓછો થાય છે.

જલેબી બનાવવાની રીત

એક બાઉલમાં  ચણાનો લોટ દહી બેકિંગ સોડા ઉમેરીને બેટર બનાવી લો, હવે કેસર નાખીને ચાસણી બનાવી લો. આથો ગયા બાદ જેલેબી પાડીને ગાયના ઘીમાં તળી લો. હવે  ચાસણીમાં આ જલેબીને  થોડીવાર પલાળી દો. જલેબી તૈયાર છે.                                                                      

માઇગ્રેઇનની બીમારીમાં કરો આ ફૂડનું સેવન

  • માઇગ્રેઇનની બીમારીમાં કરો આ ફૂડનું સેવન
  • માઇગ્રેઇનની સમસ્યામાં માથું દુખે છે
  • આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે
  • આ સમસ્યામાં ડાયટમાં કરો બદલાવ
  • ઓમેગા-3 ફેટી એસિડયુકત ફૂડ લો
  • આ રીતનું ડાયટ દુખાવો ઓછું કરશે
  • ઓમેગા -3 ફેટી એસિડ  ક્યા ફૂડથી મળશે
  • અળસીના બીજ, સોયાબીન તેનો સારો સોર્સ
  • સરસિયાનું તેલ, મેથીના બીજ, દેશી ચણા,
  •  લાલ રાજમા, સરગવાના પાન, પાલક,
  • અખરોટ પણ ઓમેગા-3નો ઉત્તમ સોર્સ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો