Health:વર્ક ફ્રોમ હોમ' હોય કે કોઈ પણ મહત્વના અન્ય કામ હોય જ્યારે ઘરેથી કોઇ કામ કરીએ ત્યારે મોટાભાગે આજકાલ લોકો લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાનું શરૂ કરે છે. બની શકે છે કે, આમ કરવાથી તમને કમ્ફર્ટ લાગે પરંતુ  પરંતુ શું તમે જાણો છો કે, લાંબા સમય સુધી લેપટોપને તમારા ખોળામાં રાખવાથી તમારા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.


તમારા ખોળામાં અથવા બેડ પર લેપટોપ રાખીને કામ કરવું સરળ લાગે છે, પરંતુ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ચાલો જાણીએ શું ખરાબ અસર થાય છે અને લેપટોપમાં કામ કરવાની સાચી પોઝિશન શું છે. લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી  પ્રજનન ક્ષમતા ઓછી થાય છે. તેમજ ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.


ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાના ગેરફાયદા


ઘણી વખત એવું બને છે કે, આપણે લેપટોપને ખોળામાં રાખીને કામ કરીએ છીએ. જેના કારણે તેમાંથી નીકળતા હિટ વેવ  આપણી ત્વચા પર પડે છે. તેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. લેપટોપમાંથી નીકળતી હિ


 વેવ  ત્વચા પર હળવા અને ક્ષણિક લાલ ફોલ્લીઓનું કારણ બને છે. તાજેતરના મેડિકલ રિપોર્ટ અનુસાર લેપટોપમાંથી નીકળતી આ હિટ વેવ  ત્વચા પર ખંજવાળ આવે છે.


 


પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર


અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિનના રિસર્ચ અનુસાર, તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પ્રજનન દર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી લાંબા સમય સુધી આ પોઝિશનમાં કામ કરશો  નહીં. કારણ કે તેનાથી શરીરની અંદર ઘણી સમસ્યાઓ થઈ શકે છે.


આંખના તાણની સમસ્યા


લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી આંખો પર ખરાબ અસર પડે છે. જેના કારણે આંખમાં સ્ટ્રેસ, શુષ્કતા અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. બીજી તરફ લેપટોપનો ઉપયોગ અને કામ કરતી વખતે પગ પર આરામ કરવાને કારણે તેનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. ઉપકરણમાંથી નીકળતી હિટવેવ  ગંભીર રીતે બીમાર કરી શકે છે.


પીઠનો દુખાવો અને પીઠની જડતા


તમારા ખોળામાં લેપટોપ રાખીને સતત કામ કરવાથી કમરમાં તીવ્ર દુખાવો અને પીઠમાં જકડાઈ શકે છે. કારણ કે ઘણીવાર ખોટી રીતે બેસવાને કારણે લોકોને કમરનો દુખાવો થવા લાગે છે. જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ખતરનાક અસર કરે છે. આવી સમસ્યાઓથી બચવા માટે લેપટોપને ડેસ્ક પર રાખીને તેનો ઉપયોગ કરવો જરૂરી છે.