Beauty Tips : લીંબુ માત્ર જમવાને સ્વાદિસ્ત જ નથી બનાવતું, પરંતુ તેના ઔષધીય ગુણો અનેક રીતે આરોગ્ય વર્ધક અને માટા ફાયદાકારક છે. ખાસ કરીને લીંબુ વાળ સંબંધિત અનેક સમસ્યાનો ઉકેલ આપે છે. લીંબુમાંથી રસ કાઢ્યા પછી લોકો તેને નકામું માને છે અને તેની છાલ ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે રસ કાઢેલું લીંબુ કે લીંબુની છાલ વાળની ઘણી સમસ્યાઓનો ઈલાજ છે. હા, બજારમાંથી મોંઘા શેમ્પૂ ખરીદવાને બદલે રસ કાઢેલા લીંબુની છાલનો આ રીતે ઉપાયોગ કરી તમારા વાળમાં લગાવો. લીંબુંમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ, મિનરલ્સ, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન સી અને અન્ય ગુણો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. અને વાળ સંબંધિત અનેક સમસ્યાનો ઉકેલ આપે છે.
વાળમાં લીંબુની છાલ કેવી રીતે લગાવવીઃ
તેને તમારા વાળમાં લગાવવા માટે લીંબુની છાલ અને 2 ચમચી એલોવેરા જેલ લો. લીંબુની છાલને સૂકવીને સારી રીતે પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો, જેથી તે વાળ પર યોગ્ય રીતે લગાવી શકાય. હવે લીંબુની છાલમાંથી તૈયાર કરેલી પેસ્ટને વાળ અને માથાની ચામડી પર લગાવો. તેને હળવા હાથે મસાજ કરો અને થોડીવાર માટે છોડી દો. લગભગ 30 મિનિટ પછી તમારા વાળને શેમ્પૂ કરો.
લીંબુની છાલમાંથી બનેલા આ મિશ્રણને વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો તમને તેના વિશે જણાવીએ..
વાળ ચમકદાર બને છે
લીંબુની છાલનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર બને છે. તે શુષ્ક વાળની સમસ્યાને દૂર કરે છે અને વાળને મજબૂત પણ બનાવે છે.
ડેન્ડ્રફ જાય છે
બદલાતી સિઝનમાં પણ ઘણી સ્ત્રીઓ ડેન્ડ્રફની સમસ્યાથી પીડાય છે, આવી સ્થિતિમાં લીંબુની છાલ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તે ડેન્ડ્રફ ઘટાડવામાં મદદરૂપ છે.
વાળને મજબૂત બનાવે છે
ધણી વખત વાળ દેખાવમાં ખુબ સારા લાગતા હોય છે પરંતુ, તે તૂટવાની સમસ્યાનો શિકાર હોય છે. વારંવાર તૂટવાથી બચાવીને લાંબા અને જાડા બનાવે છે. તેથી જો તમે પણ તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માંગો છો તો લીંબુની છાલને આ રીતે વાળમાં લગાવો. તમને જલ્દી જ ફરક દેખાશે.