Health Tips: શિયાળામાં દેશી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે કેટલાક લોકો માને છે કે ઘી ખાવાથી સ્થૂળતા વધે છે. જ્યારે એવું નથી, ઘીમાં મળતા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. ઘીમાં ભરપૂર માત્રામાં વિટામિન A વિટામિન E વિટામિન K2 કેલ્શિયમ ઓમેગા 3 ફેટી એસિડ વિટામિન Cના ગુણો મળી આવે છે. જે શરીરને ઘણી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. ઘીના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા વાયરલ ચેપથી બચાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં ઘીનું સેવન કરવાથી હાડકાંને મજબૂત બનાવી શકાય છે, જો તમે નબળા હાડકાંની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી ઘીનું સેવન કરો. ત્વચા માટે પણ ઘી સારું માનવામાં આવે છે. ઘી ને હોર્મોન્સ સંતુલિત કરવા અને સ્વસ્થ કોલેસ્ટ્રોલ જાળવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન એથી ભરપૂર છે. જે વાળની સંભાળ રાખવાની સાથે શરીરની સુંદરતા જાળવવામાં અને હાડકાં અને સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે.


ઘીના સેવનના ફાયદા


ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, ઘીમાં હાજર વિટામિન એ અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમે દરરોજ એક ચમચી ઘીનું સેવન કરી શકો છો.


ઉર્જામાં થશે વૃદ્ધિ


ઘી એનર્જી વધારવા માટે જાણીતું છે. ઘીમાં અનેક પોષક તત્વો છે.  જેને લીવર સીધા જ શોષી લે છે અને ઝડપથી બળી જાય છે. રોજ એક ચમચી ઘીનું સેવન કરવાથી એનર્જી વધારી શકાય છે.


મગજની ક્ષમતા વધારશે


રોજ એક ચમચી ઘીનું સેવન મગજની ક્ષમતા પણ વધે છે.  દેશી ઘી વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઇથી ભરપૂર હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે મનને શાંત કરીને યાદશક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.


પાચન તંત્રને દુરસ્ત રાખશે
ખાલી પેટે એક ચમચી ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારી શકાય છે. તમને જણાવી દઈએ કે ઘીમાં એન્ટી ફંગલ અને એન્ટિવાયરલ ગુણો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.


વાળ અને ત્વચા માટે  ફાયદાકારક
ઘી વિટામિન E થી ભરપૂર છે જે તેને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ક્ષમતા આપે છે. ઘી ત્વચાની સાથે વાળ માટે પણ સારું માનવામાં આવે છે.એટલા માટે તેનો  તેનો ઉપયોગ ફેસ માસ્ક હેર માસ્ક તરીકે પણ કરવામાં આવ્યો છે. ઘી સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.


ઘી આંખો માટે ફાયદાકારક છે
આયુર્વેદ અનુસાર, ઘી તમારી આંખોની રોશની વધારી શકે છે. અને આંખોને લગતી અનેક બીમારીઓથી રક્ષણ આપી શકે છે. તેથી આહારમાં ઘી ઉમેરવાથી સારી દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. વૃદ્ધાવસ્થા સુધી આંખોની રોશની સારી રાખવા માટે ઘીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.