Tomato Juice Benefits: ટામેટાંનો રસ સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપે છે. જો આપ આપના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો દરરોજ આહારમાં ટામેટાંનું જ્યુસ સામેલ કરવું જોઈએ.
જ્યારે તમે તમારી જાતને થાકેલા અનુભવો છો, ત્યારે તમે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક લેવાનું પસંદ કરો છો. પરંતુ ક્યારેક એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ટામેટાંનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી. ભારે કસરત કર્યા પછી પણ શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે ટામેટાંનો રસ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ એન્ટી-ઓક્સિડન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેથી આ રસ શરીર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આવો જાણીએ ટામેટાના રસના ફાયદા શું છે.
હૃદય માટે ફાયદાકારક
ટામેટાના રસમાં વિટામિન B-3, E અને લાઇકોપીન હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. વધુમાં, પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે, જે હૃદયરોગના હુમલાની શક્યતાને ખૂબ ઘટાડે છે.
હાડકાંને શક્તિ આપે છે
ટામેટાના રસમાં વિટામિન K અને કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. ટામેટાના રસનું સેવન કરવાથી હાડકાને લગતી તમામ સમસ્યાઓ ઓછી થઈ જાય છે.
ધૂમ્રપાનની વિપરિત અસરને ઓછી કરે છે
ટામેટાંનો રસ ધૂમ્રપાનથી શરીરને થતા નુકસાનને ઘટાડે છે. ટામેટાંમાં ક્લોરોજેનિક એસિડ અને કૌમેરિક એસિડ હોય છે, જે સિગારેટ દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા કાર્સિનોજેન્સ સામે લડે છે.
રોગપ્રતિકારક શક્તિ પર હકારાત્મક અસર છે
ટામેટાના રસમાં વિટામિન C સારી માત્રામાં હોય છે, જેના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર કરે છે. ટામેટાંનો રસ શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે. તેનાથી શરીરને ઘણા વધુ ફાયદા થાય છે.
ટામેટાંનું સેવન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
- જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે ખૂબ જ મર્યાદિત માત્રામાં ટામેટાંના રસનું સેવન કરવું જોઈએ.
- જે લોકોને ટામેટાંથી એલર્જી હોય, તેમણે ટામેટાંનો રસ પીવાનું ટાળવું જોઈએ.
- ગર્ભવતી મહિલાએ અને સ્તનપાન કરાવતી મહિલાએ ટમેટાના રસનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.