જો તમને એકને એક નાસ્તો નથી ખાવો અથવા તેનાથી ઉબઈ ગયા છો તો દરરોજ કંઈક નવું, હેલ્ધી અને ટેસ્ટી ટ્રાય કરો. અમે લાવ્યા છીએ અનેક પ્રકારની ઝટપટ બની જતી વાનગીઓની રેસિપી. તો ચાલો નોટ કરી લો..


1. સ્પ્રાઉટ્સ ચાટ


સ્પ્રાઉટ્સ ચાટ માટેની સામગ્રી


2 નાની વાટકી મગની દાળ (ફોતરાવાળી)


1 બટેટા (બાફેલા)


1 ડુંગળી (ઝીણી સમારેલી)


2 લીલા મરચા (બારીક સમારેલા)


1 ચમચી લીંબુનો રસ


1/2 ચમચી લાલ મરચું પાવડર


1 ચમચી કાળું મીઠું


સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત:


સૌ પ્રથમ મગની દાળને સારી રીતે ધોઈ લો અને તેને એક બાઉલમાં આખી રાત પલાળી રાખો. હવે એક બાઉલમાં ફણગાવેલી દાળ, સ્વીટ કોર્ન, બટેટાના ટુકડા અને ડુંગળી મિક્સ કરો.ત્યારબાદ લીલા મરચાં, લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને કાળું મીઠું સારી રીતે મિક્સ કરો.તો હવે તૈયાર છે સ્પ્રાઉટ્સ ચાટ.


2. અજમાના પરાઠા


અજમાના પરાઠા માટેની સામગ્રી:


2 કપ ઘઉંનો લોટ


2 ચમચી અજમો


સ્વાદ મુજબ મીઠું


તળવા માટે ઘી


પાણી


અજમાના પરાઠા બનાવવાની રીત:


સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં ઘી અને પાણી નાખી નરમ કણક તૈયાર કરો. 10થી 15 મિનીટ તેને સાઈડમાં મુકી દો. ત્યારબાદ કણકમાંથી લોટ લઇ નાની રોટલી વણો. તેમાં 1 મોટી ચપટી અજમો અને 4થી 5 ટીપા તેલ લગાવી ત્રિકોણકાર પરાઠા વણી લો. પરાઠાને તવી પર મૂકી થોડું ઘી લગાવી બન્ને બાજુ હળવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લો. અને ચા સાથે ગરમાગરમ પરાઠાનો આનંદ માણો


3. પૌઆ


પૌઆ બનાવવા સામગ્રી:


2 કપ પૌઆ


2 બટાકા (ઝીણા સમારેલા)


2 ડુંગળી (ઝીણી સમારેલી)


1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ


1/4 કપ મગફળી


1/4 ચમચી રાઈ


1/4 ચમચી હળદર પાવડર


1 ચમચી લીંબુનો રસ


સ્વાદ મુજબ મીઠું


પૌઆ બનાવવાની રીત:


સૌથી પહેલા પૌઆને બે વાર પાણીથી ધોઈ લો અને તેને ચાળણીમાંથી કાઢીને બાજુ પર રાખો.આ પછી કડાઈમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરવા માટે રાખો.હવે તેમાં બટાકા ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.શેકેલા બટાકાને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.હવે એ જ તેલમાં મગફળી નાખીને તળી લો.સીંગદાણા શેક્યા પછી તેને પ્લેટમાં કાઢી લો.બાકીના તેલમાં રાઈ નાખો. તડતડ થાય એટલે તેમાં ડુંગળી અને આદુ-લીલા મરચાંની પેસ્ટ નાખીને 2 મિનિટ માટે સાંતળો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમાં હળદર પાવડર અને મીઠું નાખો.આ પછી તેમાં પૌઆ, બટાકા અને મગફળી નાખીને ઢાંકીને 2 મિનિટ પકાવો. ત્યારબાદ તેમાં લીલા ધાણા નાંખો અને ગેસ બંધ કરી દો.તૈયાર છે ગરમા ગરમ પૌઆ..


4. ફ્રેન્ચ ટોસ્ટ


ફ્રેન્ચ ટોસ્ટ માટેની સામગ્રી


3 ઇંડા


2 ચમચી ગરમ મધ


1/4 ચમચી મીઠું


2 બ્રેડ


4 ચમચી માખણ


કાપેલા ફળો (કેરી, સ્ટ્રોબેરી)


ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રીત:


એક બાઉલ લો તેમાં ઇંડા, મધ, મીઠું ઉમેરો અને તેને મિક્ષ કરો. ત્યારબાદ આ મિશ્રણને ઓવનમાં 30 સેકન્ડ સુધી પકવવા દો. જે બાદ આ મિશ્રણમાં બ્રેડને લગભગ 30 સેકન્ડ સુધી ડુબાડી રાખો.હવે ઠંડા વાસણમાં મિશ્રણમાં ડૂબેલી બ્રેડને બહાર કાઢો. આ બ્રેડને 2-3 મિનિટ ઠંડી થવા દો. હવે પેનને થોડું ગરમ કરો અને તેના પર થોડું બટર નાખો. બ્રેડની 2 સ્લાઈસ બ્રાઉન થાય ત્યાં સુધી તવા પર રાખો. હવે તેને પ્લેટમાં કાઢી, ઉપર થોડું મધ નાખો, સમારેલા ફળો ઉમેરો અને સર્વ કરો.


5. પાલક કટલેસ


પાલક કટલેસ માટેની સામગ્રી:


150 પાલક


1 સમારેલુ ટામેટુ


1 સમારેલી ડુંગળી


1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ


અડધી ચમચી જીરું


1 ચમચી આદુની પેસ્ટ


1 ટીસ્પૂન ચાટ મસાલો


અડધી વાટકી કોથમીર


3 ચમચી ચોખાનો લોટ


1 વાટકી ચણાનો લોટ


1 ચમચી ખાવાનો સોડા


તેલ


પાણી


પાલક કટલેસ બનાવવાની રીતઃ


150 ગ્રામ પાલકને સારી રીતે ધોઈને તેને ઝીણી સમારી લો.હવે તેમાં સમારેલા ટામેટા, મરચા, ચીલી ફ્લેક્ષ, જીરું, આદુની પેસ્ટ, ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્ષ કરો. હવે તેમાં એક વાટકી ચણાનો લોટ નાખો. તેમાં પાણી નાખી મિક્ષ કરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. સાથે જ એક ચમચી બેકિંગ સોડા નાખો. હવે તમારું બેટર તૈયાર છે. હવે પેનમાં એક ચમચી તેલ નાખો તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં બે ચમચા બેટર નાખી પેન પર ઢાંકણું ઢાંકી દો. થોડું શેકાઈ જાય ત્યારબાદ તેને બીજી સાઈડ પલટી દો. સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને કોથમીરની ચટણી અને દહીં સાથે સર્વ કરો


6. બનાના બ્રેડ


બનાના બ્રેડની સામગ્રી:



  • 2 કપ લોટ

  • 1 ચમચી બેકિંગ પાવડર


સ્વાદ મુજબ મીઠું



  • 2 પાકેલા કેળા

  • 1/3 કપ માખણ

  • 2/3 કપ ખાંડ (દળેલી)

  • 2 ચમચી દૂધ


બનાના બ્રેડ બનાવવાની રીત:


કેળાની બ્રેડ બનાવવા માટે સૌપ્રથમ કેળાને વાસણમાં છોલીને મેશ કરો. હવે તેમાં માખણ અને ખાંડ નાખીને ફેટી લો . બીજી તરફ લોટમાં બેકિંગ પાવડર ઉમેરીને 2 વાર ચાળી લો.હવે માખણ અને ખાંડના મિશ્રણમાં બેકિંગ પાવડર મિક્સ લોટ ઉમેરો. ઉપરથી દૂધ ઉમેરો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી તેમાં કોઈ ગઠ્ઠો ન રહે. બેક કરવા માટે,બેકિંગ ટ્રેને બટર વડે ગ્રીસ કરો.હવે તેની અંદર થોડો લોટ છાંટો.હવે આ મિશ્રણને ટ્રેમાં મૂકીને સેટ કરો. ઓવનને 180 સેન્ટીગ્રેડ પર સેટ કરો. બેકિંગ ટ્રેને ઓવનમાં 15 મિનિટ માટે બેક કરો. થોડા સમય પછી તપાસો કે બ્રેડ ઉપરથી બ્રાઉન છે કે નહીં. બ્રેડ બ્રાઉન થાય ત્યારબાદ ઓવનમાંથી બનાના બ્રેડની ટ્રે બહાર કાઢો તૈયાર છે સોફ્ટ, સ્પૉન્ગી બનાના બ્રેડ. તેને દૂધ સાથે સર્વ કરો.