Navratri Recipe  2024:નારિયેળમાંથી બનેલી ખાસ કોકોનટ બરફી એ પરંપરાગત મીઠાઈ છે. તે તહેવારોની સિઝનમાં તેમજ અન્ય કોઈ પ્રસંગમાં પણ બનાવી શકાય છે. તેમાં ખાસ કરીને નારિયેળ, માવા (ખોયા)નો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવતી મીઠાઈઓમાંથી એક છે. જો તમે હજી સુધી તેનો સ્વાદ ચાખ્યો નથી, તો આ તહેવારોની સિઝનમાં એકવાર, તમે તેને ઘરે પણ ટ્રાય કરો. તેની રેસીપી ખૂબ જ સરળ છે. અમે તમને તેની પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તેને સરળતાથી તૈયાર કરી શકો.


કોકોનટ બરફી માટેની સામગ્રી


સૂકું નાળિયેર (છીણેલું) - 1 વાટકી      


માવા (ખોયા) - 1 કપ


ઘી - 1/2 કપ


ખાંડ - 1 કપ


એલચી પાવડર - એક ચપટી


ચાસણી બનાવવા માટે પાણી


કોકોનટ બરફી બનાવવાની રીત


સ્પેશિયલ કોકોનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ખાંડ લો અને તેને પાણીમાં ઉકાળીને ખાંડની ચાસણી બનાવો. હવે આ ચાસણીમાં છીણેલું સૂકું નારિયેળ (કોપરા) નાખીને બરાબર મિક્ષ કરી લો. ગેસને મધ્યમ તાપ પર રાખો. હવે તેમાં ઘી અને ખોવા નાખીને બરાબર મિક્ષ કરી લો.


આ મિશ્રણમાં ગઠ્ઠો ન આવે તે માટે ધ્યાનમાં રાખો કે તેને સતત હલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. જયારે સારી રીતે મિશ્રણ થઇ જાય બાદ


મિશ્રણ બરાબર ભળી જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. પ્લેટને પહેલેથી ઘીથી ગ્રીસ કરેલી રાખો. હવે આ મિશ્રણને પ્લેટમાંથી કાઢી લો અને થોડીવાર માટે છોડી દો. ઉપર થોડું ઘી લગાવો.


હવે તેને સારી રીતે ફેલાવો અને બરફીના આકારમાં કાપી લો. થોડા સમય પછી તમારી બરફી જામી જશે. હવે તેને બહાર કાઢો અને લોકોને સર્વ કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.