આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. નાની ઉંમરમાં જ વાળ ખરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા તમે કેટલાક ઉપાય કરી શકો છો.  ચાલો જાણીએ વાળ ખરવાની સમસ્યાથી તમે કેવી રીતે છૂટકારો મેળવી શકો છો.


ઘરેલું ઉપાય કરો


તમે તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી તમારા વાળને ખરતા અટકાવી શકો છો. ઘરના રસોડામાં રહેલી ડુંગળી, મેથીદાણા અને નારીયેળ તેલ તમારા વાળને ખરતા અટકાવી શકે છે.  


ડુંગળીનો રસ ફાયદાકારક


ડુંગળીનું સલ્ફર તમારા વાળ ખરતાં રોકી શકે છે. તે વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને તેની ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે સ્કીન પોર્સ ખોલે છે અને તેના સુધી પોષણ પહોંચાડે છે. આ સાથે જ તે વાળને મૂળથી મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાળનો ગ્રોથ વધારવા માટે તમારે ડુંગળીને પીસીને તેનો રસ કાઢીને વાળના સ્કેલ્પ પર લગાવવો જોઇએ. આ કામ અઠવાડિયામાં 2થી 3 વાર કરો.


મેથીદાણા વાળ માટે સારા


મેથીના દાણાને પીસીને વાળમાં લગાવવાથી ઝડપથી વાળ ખરવાની સમસ્યા ઓછી થવા લાગશે. મેથીના દાણામાં હોર્મોનલ હેલ્થને બેલેન્સ કરતાં સંયોજન હોય છે જે હોર્મોનલ અસંતુલનના કારણે થતી વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેનાથી વાળ ઓછા ખરે છે. આ સાથે જ તે વાળના મૂળને પોષણ આપે છે.


ભૃંગરાજનું તેલ


ભૃંગરાજનું તેલ લગાવવાથી વાળ ઓછા ખરે છે. તે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને ઝડપી બનાવે છે અને પછી વાળના પોર્સને ખોલે છે જેનાથી તેના સુધી પોષણ પહોંચાડવું સરળ બની જાય છે. તેનાથી વાળ ખરવાનું કંટ્રોલ થવા લાગે છે. ભૃંગરાજ લો અને તેને નારિયેળના તેલમાં નાંખીને સારી રીતે ઉકાળો. આ તેલને તમારા સ્કેલ્પ પર હળવા હાથે લગાવો. મસાજ કરો અને આખી રાત રહેવા દો. અઠવાડિયામાં બે વાર આમ કરવુ જોઈએ. 


જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોવ તો કેસ્ટર ઓઇલ મિક્સ કરીને લગાવો. કેસ્ટર ઓઇલ લો તેમાં 1 ચમચી મેથીના દાણાનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને લગભગ દસથી પંદર મિનિટ રહેવા દો. પછી આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને લગભગ 30-40 મિનિટ સુધી રહેવા દો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ જશે. 


દરરોજ દાડમના સેવનથી થશે આ ગજબના ફાયદા, જાણો તેના વિશે