Health Tips: રોગોથી રક્ષણ મેળવવા માટેનું જો કોઇ રક્ષા ક્વચ હોય તો તે ઇમ્યુનિટી છે. કોરોના કાળમાં આપણે તેની કિંમત સમજી ગયા છીએ. તો ખાલી પેટે જો આ ફૂડનું સેવન કરવામાં આવે તો સંક્રામક રોગની સાથે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.
સવારે ખાલી પેટ લવિંગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. આવો અમે તમને જણાવીએ લવિંગ ખાવાના ફાયદા.
ઇમ્યુનિટી વધારે છે
લવિંગમાં વિટામિન સી અને કેટલાક એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં શ્વેત રક્તકણોને વધારવા માટે જાણીતા છે. તે શરીરને કોઈપણ ચેપથી બચાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે, જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન દરરોજ લવિંગનું સેવન કરવું જોઈએ, આ કરવાથી આપ સંક્રામક રોગથી બચી શકો છો.
પાચનમાં સુધારો કરે છે
સવારે લવિંગનું સેવન કરવાથી પાચન સંબંધી કોઈપણ સમસ્યાઓનો ઈલાજ કરવામાં મદદ મળે છે. લવિંગ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે. જે કબજિયાત અને અપચો જેવી પાચન વિકૃતિઓને અટકાવે છે. લવિંગમાં ફાઈબર ભરપૂર હોય છે જેનાથી પાચન માટે સારું રહે છે.
લિવરના સ્વાસ્થ્ય માટે ઉપકારક
આપનું લીવર શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી, તમારા લીવરને સુધારવા માટે, આપ દરરોજ લવિંગનું સેવન કરી શકો છો. લવિંગ લીવરને સુધારવાનું કામ કરે છે.
હાડકા માટે શ્રેષ્ઠ છે લવિંગ
લવિંગમાં ફ્લેવોનોઈડ્સ, મેંગેનીઝ અને યુજેનોલ હોય છે. જે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને લવિંગનું સેવન હાડકાંની ઘનતા વધારવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.