Corona BF.7 Variants Symptoms: ચીન સહિત અનેક દેશોમાં કોરોનાએ ફરીથી ફૂંફાડો માર્યો છે. કોરોનાના કહેરને જોતા ભારતમાં ફરી એકવાર તેનો આતંક દેખાવા લાગ્યો છે.  હવે દરેકે સાવચેત રહેવાની જરૂર છે. ચીનમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. દરમિયાન ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7 ચીનમાં તબાહી મચાવી છે, અને ભારતમાં પણ પ્રવેશ કર્યો છે.


દેશમાં અત્યાર સુધીમાં આવા ચાર કેસ નોંધાયા છે. અહેવાલો અનુસાર, ગુજરાત અને ઓડિશામાં BF.7 વેરિઅન્ટ ના કેસ નોંધાયા છે. BF.7 એ Omicron ના BA.5 નું પેટા સંસ્કરણ છે. આ પ્રકારને ઓમિક્રોન સ્પાન તરીકે પણ ઓળખવામાં આવે છે. BF.7 પેટા પ્રકાર ભારતમાં પહેલીવાર ઓક્ટોબરમાં જોવા મળ્યો હતો


શું કોરોના BF.7 અત્યંત ચેપી છે?


સબ-વેરિઅન્ટ BF.7 વિશે સૌથી ખતરનાક બાબત એ છે કે જે લોકોને કોરોનાની રસી મળી છે તેઓ પણ આ વેરિઅન્ટથી સંક્રમિત થઈ શકે છે. તે પહેલાથી જ યુએસ, યુકે અને બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, નવા સબવેરિયન્ટ અગાઉના પ્રકારના કુદરતી ચેપને કારણે વ્યક્તિ દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિને પણ ઝડપથી બાયપાસ કરે છે.


કેવા છે લક્ષણો અને બચવા શું કરશો


કોવિડ વેરિઅન્ટ BF.7નું સામાન્ય લક્ષણ ફ્લૂ જેવું જ છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, કફ, શરીરનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, આ ચેપ ઓછા સમયમાં વધુ ફેલાય છે. નિષ્ણાતો કહે છે કે જાહેર સ્થળોએ સાવચેતી રાખવી જરૂરી છે. અહેવાલો અનુસાર, BF.7 વેરીઅન્ટ શ્વસન માર્ગને ચેપ લગાડે છે. તેથી તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક, નબળાઇ, થાક જેવા લક્ષણો દેખાય છે. કેટલાક ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો કે લોકો 4-5 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે, ગભરાવાની જરૂર નથી પરંતુ ટ્રાન્સમિશન રેટ ખૂબ જ ઊંચો છે. તેથી નવા વેરિઅન્ટથી બચવા બને ત્યાં સુધી ભેગા થવાનું ટાળો અને બહાર જતી વખતે માસ્કનો ઉપયોગ કરો. અહેવાલ મુજબ, કોરોનાના અન્ય વેરિઅન્ટની જેમ બીએફ 7 પણ જે લોકોની નબળી ઈમ્યુનિટી હોય તેમને પહેલા શિકાર બનાવે છે.


આ પણ વાંચોઃ


Immunity Booster: દેશ પર ફરી તોળાઇ રહ્યો છે કોરોનાનો ખતરો, આ જ્યુસ પીને વધારો ઈમ્યુનિટી