Continues below advertisement

Cracked Heels in winter:શિયાળાના આગમન સાથે, લોકોને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં શરીરની શુષ્કતા, સૂકા હોઠ અને ફાટેલી એડીનો સમાવેશ થાય છે. આમાંથી, ફાટેલી એડી સૌથી સામાન્ય સમસ્યા છે, કારણ કે તેને મટાડવામાં ઘણો સમય લાગે છે. બજારમાં ઘણી બધી ક્રીમ ઉપલબ્ધ છે, જે ફાટેલી એડી સરળતાથી મટાડવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ ખાસ કોઇ અસર કરતો નથી. તો આજે, અમે તમારા માટે કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ, જે તમને આ સમસ્યાઓને સરળતાથી ઉકેલવામાં મદદ કરી શકે છે.

રાત્રે સૂતા પહેલા આ લગાવો

Continues below advertisement

રાત્રે, થોડું પાણી ગરમ કરો. તેમાં લીંબુ નીચોવો અને શેમ્પૂ ઉમેરો. પછી, તમારા પગને તેમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો. આ તમારી એડીઓને નરમ બનાવશે.

ફાટેલી એડીના ઉપાય

રાત્રે વેસેલિન લગાવો અને તમારા પગને મોજાંથી ઢાંકી દો. જે ડ્રાઇનેસથી બચાવશે અને સ્કિનને સોફ્ટ બનાવશે.

ઠંડીમાં હંમેશા મોજાં કે ચંપલ પહેરો. આટલી કાળજી પણ એડીને ઠંડી અને ડ્રાઇનેસથી બચાવશે અને ક્રેક વધુ નહિ પડે.

નાળિયેર તેલ અને કપૂર લગાવવાથી પણ ક્રેકથી રાહત મળે છે.

પાણીમાં પગ ઓછો સમય રહે તેવા પ્રયાસ કરો

તમે દરરોજ સૂતા પહેલા તમારી એડીઓને ગરમપાણી અને શેમ્પુથી ક્લિન કરીને એલોવેરા જેલ લગાવો.

દિવસ દરમિયાન બનાવો, રાત્રે લગાવો

દિવસ દરમિયાન, લીમડાના પાનને વાટીને પેસ્ટ બનાવો. પેસ્ટમાં થોડી હળદર ઉમેરો અને મિક્સ કરો. રાત્રે તેને તમારી એડી પર લગાવો, તેને સુકાવા દો. પછી, તેને પાણીથી ધોઈ લો. ત્યારબાદ ક્રીમ લગાવો અને મોજાંથી ઢાંકી દો. માલિશ કરો. માલિશ એડી વચ્ચેની ક્રેક ઘટાડવામાં મદદ કરે છે. તમે માલિશ માટે નારિયેળ, બદામ, ઓલિવ વગેરે જેવા વિવિધ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તમારા પગની એડી નરમ બનાવશે અને ક્રેકથી પણ રાહત આપશે.     

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો