Health: કાનમાં દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. જો કે આ દુખાવો વધી જાય તો અસહ્ય પીડાદાયક બની જાય છે. કાનમાં દુખાવાના અનેક કારણો છે. કાનમાં મેલ જામી જવાથી શરદી, સાઇનસ અથવા કેવિટિઝના કારણે પણ કાનમાં દુખાવો થાય છે. આ સિવાય ઇજા થઇ હોય કે ઇન્ફેકશન થયું હો તો પણ કાનમાં અસહ્ય પીડા થાય છે.
બાળકોમાં સૌથી વધુ આ સમસ્યા જોવા મળે છે. કાનમાં દુખાવાના કારણે ઘણી વખત ઓછું સંભળાવવા લાગે છે. તાવ આવવો., ઊંઘવામાં તકલીફ થવી. માથામાં દુખાવો થવો. કાન પાસે સ્નાયુમાં ખેંચાણ અનુભવું, ભૂખ ન લાગવી, જેવા લક્ષણો જોવા મળે છે. જો કે કાનના દુખાવાથી ઘરેલુ ઉપચારથી છુટકારો મળેવી શકાય છે.
તુલસીનો રસ
ઔષધિય ગુણથી ભરપૂર તુલસીના રસનો ઉપયોગ હજારો વર્ષથી ચિકિત્સા પદ્ધતિમાં થતો આવ્યો છે. કાનના દુખાવામાં પણ તુલસીના રસથી રાહત મળે છે. આ નુસખા માટે તુલસીના તાજા પાનમાંથી રસ કાઢી લો. તુલસીના રસના એકથી બે ટીપાં કાનમાં નાખી દો. કાનના દુખાવાથી રાહત થશે.
ડુંગળીનો રસ
ડુંગળીમાં એન્ટીબેક્ટરિયલ ગુણ છે. આ માટે એક ચમચી ડુંગળીના રસને સહેજ ગરમ કરી લો. હુંફાળા રસના એકથી બે ટીપાં કાનમાં નાખવાથી કાનના દુખાવાથી છુટકારો મળે છે.
લસણ
લસણ પણ કાનના દુખાવા માટે ઉત્તમ ઓષધ છે. લસણ, આદુ, અને સરગવાના બીજ, કેળાના પાનને અલગ -અલગ પીસી લો. તેના રસને કાઢીને તેને સહેજ હુંફાળું ગરમ કરો. તેના એકથી બે ટીપાં કાનમાં નાખો. કાનમા ઇન્ફેકશન અને દુખાવાથી રાહત મળશે.
સરસવનું તેલ
કાનના દુખાવા માટે લસણ અને સરસવના તેલનો ઉપયોગ કરી શકાય. 2-3 ઝીણું કાપેલ લસણની કળીઓને સરસોના તેલમાં નાખીને ગરમ કરો, તેલને ઠંડા થયા બાદ ગાળીને ઠંડુ થયા બાદ એકથી બે ટીપાં કાનમાં નાખવાથી દુખાવાથી છુટકારો મળે છે.
જૈતુનનું તેલ
જૈતુનનું તેલ પણ કાનના દુખાવા માટે ઉત્તમ છે. તેને હુંફાળું ગરમ કરીને તેને બે ટીંપા કાનમાં નાખવાથી દુખાવાથી છૂટકારો મળે છે. આપ કાનના દુખાવાને દૂર કરવા મેથીનો પણ ઉપયોગ કરી શકો છો.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દવા, ઉપાય, અને સૂચનોની abp અસ્મિતા પુસ્ટી કરતું નથી. તમામ ઉપાય, પદ્ધતિ કે દવાને અનુસરતા પહેલા, ડૉક્ટર તેમજ જે તે વિષયના સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.