Health Tips: હાલ કેરીની સિઝન પૂરજોશમાં છે. જો આપ કેરીને ફ્રિજમાં સ્ટોર કરતા હો તો આ ભૂલ ન કરશો, તેનાથી નુકસાન થાય છે. આજકાલ બધા જ લોકો ફળ અને શાકભાજીને ફ્રિજમાં રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, ફળોને ફ્રિજમાં રાખવાથી તેના પોષકતત્વો નષ્ટ થઇ જાય છે,તો જાણીએ ક્યાં ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ.


લોકો એવું માને છે કે, શાકની જેમ ફળોને પણ ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે. જો કે એવું નથી ફ્રિજમાં રાખવાથી ફળ ખરાબ થાય છે અને તે ઝેરીલા પણ થઇ શકે છે. ખાસ કરીને પલ્પવાળા ફળોને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઇએ.


કેરીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ઓછું થઇ જાય છે અને અન્ય પોષક તત્વો પણ નષ્ટ થઇ જાય છે. કેટલાક વખત કેરી કર્બાઇડથી પકાવેલી હોય છે. જેને ફ્રિજમાં રાખવાથી તે પાણી સાથે મળીને કેરીને ખરાબ કરી દે છે. તે વધુ પોચી પણ બની જાય છે અને સ્વાદ પણ બગડી જાય છે


કેળા એવું ફળ છે, જેને ફ્રિજમાં ક્યારેય ન રાખવા જોઇએ. કેળાં ફ્રિજમાં રાખવાથી ઝડપથી કાળાં પડી જાય છે. કેળાના ડંઠલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે. જે બીજા ફળોને પણ ઝડપથી પકવી દે છે. જેથી કેળાને બીજા ફળોથી દૂર અને ફ્રિજમાં ન રાખવા જોઇએ.


ગરમીની સિઝનમાં લોકો તરબૂચ ભરપૂર પ્રમાણમાં ખાય છે. મોટું ફળ હોવાથી લોકો કાપીને ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજમાં રાખવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ખરાબ થઇ જાય છે. હાં, ખાવાના થોડા સમય પહેલા તેને ફ્રિજમાં રાખી શકાય.


સફરજનમાં  એક્ટિવ એન્જાઇમ્સ હોવાથી તે ઝડપથી પાકી જાય છે. આ કારણે તેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. જો લાંબો સમય માટે રાખવાના હોય તો કાગળમાં લપેટીને રાખી શકાય છે. ઉપરાંત બીજ વાળા ફળોને પણ ફ્રિજમાં રાખવનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.


લીચીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. ફ્રિજમાં લીચી રાખવાથી તેની બહારની સાઇડ તો બરાબર જ રહે છે પરંતુ અંદરનો પલ્પ ખરાબ થઇ જાય છે.