શોધખોળ કરો

માત્ર 2 મિનિટનો ટેસ્ટ અને માતા-બાળક બંનેના જીવન સુરક્ષિતિ, જાણો ગર્ભાવસ્થા માટે કેમ છે જરુરી?

Pregnancy Safety Tips: ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ જોખમ ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ફક્ત માતાને જ નહીં પરંતુ બાળકને પણ અસર કરે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર ટેસ્ટ માત્ર ૨ મિનિટ લે છે.
  • પ્રીક્લેમ્પસિયા ગર્ભવતી મહિલાઓ માટે મૃત્યુનું મુખ્ય કારણ છે.
  • રોલ-ઓવર ટેસ્ટ ગર્ભાવસ્થામાં જોખમ સૂચવી શકે છે.
  • BP મોનિટરિંગ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Pregnancy Safety Tips: પ્રેગ્નન્સી દરમિયાન લોકો અવારનવાર સારા ખોરાક, વધુ આરામ અને બાળકના વિકાસ પર પૂરેપૂરું ધ્યાન આપે છે, પરંતુ આ દરમિયાન એક નાનકડો ટેસ્ટ ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. આ ટેસ્ટ માત્ર 2 મિનિટમાં થાય છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે આ નાનકડું ચેકઅપ માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકે છે. અહીં વાત થઈ રહી છે બ્લડ પ્રેશર ટેસ્ટની, જેને ઘણી મહિલાઓ એટલા માટે ગંભીરતાથી લેતી નથી કારણ કે તેમને કોઈ તકલીફ અનુભવાતી નથી.

 

વિશ્વભરમાં મૃત્યુનું સૌથી મોટું કારણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, પ્રેગ્નન્સી દરમિયાન થતી હાઈ BPની સમસ્યાઓ, ખાસ કરીને પ્રીક્લેમ્પસિયા, વિશ્વભરમાં માતાના મૃત્યુના મુખ્ય કારણોમાં સામેલ છે. સૌથી જોખમી બાબત એ છે કે આ બીમારી ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો વગર ધીમે-ધીમે વધે છે. ઘણીવાર મહિલા સંપૂર્ણપણે સામાન્ય અનુભવે છે, પરંતુ અંદરખાને શરીર પર દબાણ વધી રહ્યું હોય છે.

આ પણ વાંચો... Hantavirus: શું બ્રેસ્ટ મિલ્ક અને સ્પર્મ દ્વારા પણ ફેલાઈ શકે છે હંતા વાયરસ? જાણો શું કહે છે એક્સ્પર્ટ

બે મિનિટથી પણ ઓછા સમયમાં ટેસ્ટ

આર્ટેમિસ હોસ્પિટલના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના ચેરપર્સન ડો. રેણુ રૈના સહગલ જણાવે છે કે ડિજિટલ કે મેન્યુઅલ BP મોનિટરથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર ચેક કરવામાં આવે છે. આમાં 2 મિનિટથી પણ ઓછો સમય લાગે છે, પરંતુ તેનાથી ખબર પડે છે કે શરીર પ્રેગ્નન્સી દરમિયાન પોતાને કેવી રીતે એડજસ્ટ કરી રહ્યું છે.

ક્યારે ગણાય જોખમની નિશાની?

કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો 'રોલ-ઓવર ટેસ્ટ' પણ કરે છે, ખાસ કરીને 28 થી 32 અઠવાડિયાની પ્રેગ્નન્સી વચ્ચે. પિંકી પ્રોમિસના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડો. વિનતી મનિયાર કહે છે કે, આ ટેસ્ટમાં મહિલા પહેલા ડાબા પડખે સૂવે છે અને પછી પીઠના સહારે સીધી સૂવે છે. જો ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 20 mmHg કે તેથી વધુ વધી જાય, તો તે જોખમનો સંકેત હોઈ શકે છે. ડોક્ટરોના મતે, આનાથી ખબર પડે છે કે બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.

પ્રેગ્નન્સીમાં હાઈ BPનું શું જોખમ હોય છે?

પ્રેગ્નન્સીમાં હાઈ BPનું જોખમ એટલા માટે વધુ માનવામાં આવે છે કારણ કે તેની અસર માત્ર માતા પર નહીં, પણ બાળક પર પણ પડે છે. જો સમયસર જાણ ન થાય તો પ્લેસેન્ટા (ગર્ભનાળ) સુધી લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે, જેનાથી બાળકને ઓક્સિજન અને જરૂરી પોષણ યોગ્ય માત્રામાં મળતું નથી. આનાથી લો બર્થ વેઈટ, સમય કરતા પહેલા ડિલિવરી (પ્રિમેચ્યોર), ખેંચ આવવી અને બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થ (NIH) ના સંશોધન મુજબ, સમયસર તપાસ અને મોનિટરિંગ એ સૌથી અસરકારક રીત માનવામાં આવે છે.

પ્રેગ્નન્સી દરમિયાન તપાસ કેમ જરૂરી છે?

ડોક્ટરો માત્ર BP ટેસ્ટ પર ભરોસો નથી રાખતા. ડો. વિનતી મનિયાર તેને 'એસેન્શિયલ ટ્રાયો'  કહે છે. આમાં યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ, યુરિક એસિડ અને ક્રિએટિનાઇન જેવા બ્લડ માર્કર્સ અને પ્લેટલેટ કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ્સથી ખબર પડે છે કે કિડની, બ્લડ અને અન્ય અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. ડોક્ટરોનું કહેવું છે કે પ્રેગ્નન્સી દરમિયાન દરેક નાની તપાસ જરૂરી હોય છે અને 2 મિનિટનો આ BP ટેસ્ટ માત્ર ફોર્મલિટી નથી, પરંતુ માતા અને બાળકની સુરક્ષાનો મહત્વનો ભાગ છે.

Disclaimer: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને મેડિકલ સલાહનો વિકલ્પ ન માનવો. કોઈપણ નવી પ્રવૃત્તિ કે વ્યાયામ અપનાવતા પહેલા તમારા ડોક્ટર કે સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર ટેસ્ટ શા માટે મહત્વનો છે?

પ્રેગ્નન્સી દરમિયાન હાઈ BP, ખાસ કરીને પ્રીક્લેમ્પસિયા, માતાના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે. આ ટેસ્ટ માત્ર 2 મિનિટમાં માતા અને બાળક બંનેના જીવ બચાવી શકે છે.

પ્રેગ્નન્સીમાં હાઈ BPના કારણે માતા અને બાળકને શું જોખમ થઈ શકે છે?

સમયસર જાણ ન થાય તો પ્લેસેન્ટા સુધી લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે, જેનાથી બાળકને ઓક્સિજન અને પોષણ ઓછું મળે છે. આનાથી લો બર્થ વેઈટ, પ્રિમેચ્યોર ડિલિવરી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

રોલ-ઓવર ટેસ્ટ શું છે અને તે ક્યારે કરવામાં આવે છે?

આ ટેસ્ટ 28 થી 32 અઠવાડિયાની પ્રેગ્નન્સી વચ્ચે કરવામાં આવે છે. જો ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 20 mmHg કે તેથી વધુ વધી જાય તો તે જોખમનો સંકેત હોઈ શકે છે.

BP ટેસ્ટ ઉપરાંત પ્રેગ્નન્સીમાં કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે?

BP ટેસ્ટ ઉપરાંત યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ, યુરિક એસિડ, ક્રિએટિનાઇન અને પ્લેટલેટ કાઉન્ટ જેવા ટેસ્ટ પણ જરૂરી છે. આનાથી કિડની અને અન્ય અંગોના કાર્યની જાણ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોરોના પછી ભારતમાં આ ગંભીર રોગના કેસમાં ભયંકર ઉછાળો, NFHS-6 ના આંકડાએ વધારી ચિંતા
કોરોના પછી ભારતમાં આ ગંભીર રોગના કેસમાં ભયંકર ઉછાળો, NFHS-6 ના આંકડાએ વધારી ચિંતા
Cough Syrups: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના હવે નહીં મળે કફ સિરપ, સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર
Cough Syrups: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના હવે નહીં મળે કફ સિરપ, સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર
Eye Twitching: અચાનક કેમ ફરકવા લાગે છે આંખ, શું આ કોઈ શુભ- અશુભનો સંકેત છે કે પછી કંઈક લોચો?
Eye Twitching: અચાનક કેમ ફરકવા લાગે છે આંખ, શું આ કોઈ શુભ- અશુભનો સંકેત છે કે પછી કંઈક લોચો?
Waking Up At Night: રાત્રે વારંવાર ઉડી જાય છે ઉંઘ, જાણો તે કઈ વસ્તુનો છે સંકેત?
Waking Up At Night: રાત્રે વારંવાર ઉડી જાય છે ઉંઘ, જાણો તે કઈ વસ્તુનો છે સંકેત?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી
Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી
FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત
FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત
શું બાળકોની અડધી સીટ બુક કરવા પર રેલવેમાં સીટ મળે ? જાણો આ નિયમ
શું બાળકોની અડધી સીટ બુક કરવા પર રેલવેમાં સીટ મળે ? જાણો આ નિયમ
Messi Hat-trick: 200મી મેચમાં મેસ્સીએ રચ્યો ઈતિહાસ, FIFA વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લગાવીને રચ્યો ઈતિહાસ
Messi Hat-trick: 200મી મેચમાં મેસ્સીએ રચ્યો ઈતિહાસ, FIFA વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લગાવીને રચ્યો ઈતિહાસ
PM મોદીએ US હુમલામાં ત્રણ ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, G-7ના મંચથી દુનિયાને સંદેશ
PM મોદીએ US હુમલામાં ત્રણ ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, G-7ના મંચથી દુનિયાને સંદેશ
વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ
વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું
France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું
Embed widget