Health Tips:કેળાને સુપરફૂડ કહેવામાં આવે છે. પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા પણ છે.
કેળાને સુપરફૂડ કહેવામાં આવે છે. તમે ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોને કહેતા સાંભળ્યા હશે કે ,સવારે ખાલી પેટ કેળા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે રાત્રે આ કેળું ખાશો તો તે ફાયદાકારક છે કે નુકસાન? તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેળામાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. જે શરીરને દિવસભર એનર્જી બનાવી રાખે છે. તેની સાથે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન પણ ભરપૂર માત્રામાં મળે છે. તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ જોવા મળે છે. કેળાને સુપરફૂડ પણ માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઈબર હોય છે જે પાચનને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે રાત્રે કેળા ખાવાથી શરદી અને ખાંસી વધે છે અને ગળામાં ઇન્ફેકશન થઇ શકે છે.
શું રાત્રે કેળા ખાવાથી થાય છે નુકશાન?
સામાન્ય રીતે જોઇએ તો કેળા પેટમાં લાળનું સ્તર વધારે છે, તેથી તેને પેટમાં પચવામાં ઘણો સમય લાગે છે. એટલા માટે આયુર્વેદ અનુસાર, જો તમે રાત્રે કેળા ખાઓ છો, તો પાચન પ્રક્રિયા ખરાબ થઈ શકે છે. રાત્રે કેળા ખાવાથી મેટાબોલિઝમ ધીમી પડી જાય છે. રાત્રે કેળા ખાવાથી પણ સ્થૂળતા વધી શકે છે. બીજી તરફ રાત્રે અડધું કેળું ખાવાથી ફાયદો થાય છે.
રાત્રે સારી ઊંઘ માટે કેળા ફાયદાકારક છે
જો તમે રાત્રે કેળા અથવા કોઈપણ ભારે ફળ ખાઓ છો, તો તે મુજબ ઊર્જાનો વ્યય થતો નથી. જેના કારણે સ્થૂળતા વધી શકે છે. બીજી તરફ રાત્રે કેળા ખાવાથી ચયાપચયની ક્રિયા ઘણી ધીમી પડી જાય છે.આરોગ્ય નિષ્ણાંતોના મતે જો આપણે રાત્રે કેળા ખાઈએ તો તે આપણને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. કારણ કે કેળામાં ડાયરોસિન હોય છે. ડાયરોસિન કુદરતી રીતે શરીરમાં મેલાટોનિન હોર્મોનને વધારે છે. મેલાટોનિનના કારણે જ આપણને ઊંઘ આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.