Health Tips: Breakfast: સવારનો નાસ્તો એ આપણા દિવસનું પ્રથમ ભોજન છે. આ ભોજનમાં આપ  જેટલો વધુ પૌષ્ટિક અને હળવો ખોરાક લેશો, તેટલી જ આપને એનર્જી મળશે. આજે નાસ્તાના એવા વિકલ્પો વિશે જણાવીશું જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.


સોજી પાચનની દ્રષ્ટિએ ખૂબ જ હળવી અને આરોગ્યપ્રદ છે. સોજીનું ઉપમા પણ લઇ શકાય  કારણ કે સોજી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને તમે વધારાની કેલરી લેવાથી બચી જાઓ છો. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર બનવાથી બચી શકો છો.


શિયાળાની ઋતુમાં દેશી અથવા ચણાનો નાસ્તો બનાવવા માટે, રાત્રે સૂતા પહેલા તેને પાણીમાં પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં સીટી વગાડીને ઉકાળો. હવે તેમાં જીરું, ડુંગળી, લસણ, ટામેટા અને લીલા ધાણા નાખીને ફ્રાય કરો. આ નાસ્તો પણ હેલ્થી અને વજન ન વધારનાર છે.


શક્કરિયા
 શક્કરિયા શિયાળા ખૂબ આવે છે. આપ શક્કરીયાનું સલાડ લીંબુ અને ચાટ મસાલા સાથે તૈયાર કરીને ખાઈ શકો છો. તમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. દુધ સાથે પણ શકકરિયા ખૂબ ટેસ્ટી લાગે છે.


ઓટમીલ
 ઓટમીલ ઘણી અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને દૂધ સાથે મીઠી પોર્રીજના રૂપમાં ખાઈ શકો છો. અથવા આપ તેની મસાલાવાળી ખીચડી બનાવીને પણ લઇ શકો છો.


પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર બીન્સને નાસ્તામાં લઇ શકાય, સ્પ્રાઉટ બેસ્ટ ઓપ્શન છે. જે વજનને નિયંત્રણમાં રાખવાની સાથે પેટ પણ ભરેલું રાખે છે. જેથી આપ અન્ય અનહેલ્ધી ટિપ્સ ખાવાથી બચો છો. મખાના પણ એક સારું ઓપ્શન છે. શેકેલા મખાના સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બ્રેકફાસ્ટ છે, જે સ્વાસ્થ્યવર્ધક છે.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. 


તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો  નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ


ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.



તેને બનાવવામાં ખૂબ જ સરળ છે, ચીલા બનાવવા માટે, મગની દાળને પીસવામાં આવે છે. આ પછી, તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરવામાં આવે છે. તવા પર તેલ નાખ્યા પછી, આ બેટર ફેલાવો અને પનીરનું તૈયાર સ્ટફિંગ ઉમેરો.આ એક સરસ નાસ્તો છે જે તમે તમારી સાંજની ચા અથવા નાસ્તામાં પણ ખાઈ શકો છો. તમે તેને લીલી ચટણી અથવા  ટામેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.