Health :જે લોકો એક સાથે ઘણું ખાય છે અને વારંવાર ખાતા નથી, આનાથી તેમની પાચન તંત્રને ખોરાક પચવામાં વધુ સમય મળે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે. જો કે એક સાથે ભરપેટ ખાધા બાદ પણ વચ્ચે વચ્ચે ફૂડ લો છો તો તે વજન વધારવાની સાથે પાચનને ગરબડ કરવાનું કારણ બને છે. બે મીલ વચ્ચે 16થી 18 કલાકનું અંતર જોઇએ,.
ભરપેટ એક જ સમયે ખાવાના નુકસાન
એક જ વારમાં વધુ પડતો ખોરાક ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે અને કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વધારે ખાધા પછી બ્લડ શુગર અચાનક વધી શકે છે.
એક જ વારમાં ભરપેટ ખાઓ કે તૂટક તૂટક
ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સ અનુસાર, ઓછું ખાવું પણ વધુ વખત ખાવું એ વધુ ફાયદાકારક રીત છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો તમે થોડું ભોજન લઈને ભૂખ અને કેલરી બંનેને નિયંત્રિત કરી શકો છો. નાના નાના મીલ્સ ચયાપચયમાં વધારો કરે છે, જે કેલરી બર્ન કરે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેથી, જે લોકો આ રીતે ખોરાક લે છે તેઓ વધુ સ્વસ્થ અને ફિટ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.