foods that lower testosterone: પુરુષોના શારીરિક સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતી અને ઊર્જા જાળવી રાખવામાં 'ટેસ્ટોસ્ટેરોન' (Testosterone) હોર્મોનની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. એટલું જ નહીં, સ્વસ્થ શારીરિક સંબંધો (કામવાસના) માટે પણ આ જ હોર્મોન જવાબદાર છે. નિષ્ણાતોના મતે, શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટે તો માત્ર નબળાઈ જ નથી આવતી, પરંતુ સ્થૂળતા, ટાઇપ-2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, હૃદય રોગ અને ઓસ્ટીયોપોરોસિસ (હાડકાં નબળા પડવા) જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ઉંમર અને લાઈફસ્ટાઈલ સિવાય આપણે રોજિંદા જીવનમાં જે ખોરાક ખાઈએ છીએ તેની પણ આ હોર્મોન પર સીધી અસર પડે છે. જો તમે પણ નીચે જણાવેલી વસ્તુઓનું વધુ પડતું સેવન કરો છો, તો આજે જ ચેતી જજો, કારણ કે તે તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને ઘટાડી શકે છે.

Continues below advertisement

આ 5 વસ્તુઓ ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી શકે છે:

ફુદીનો (Mint):

Continues below advertisement

હેલ્થલાઇન વેબસાઈટના નિષ્ણાતો મુજબ, ફુદીનામાંથી બનતી કેટલીક વસ્તુઓ ટેસ્ટોસ્ટેરોન પર સીધી અસર કરે છે. 12 અઠવાડિયા સુધી ચાલેલા એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે, જે પુરુષો રોજ ફુદીનાની હર્બલ ચા પીતા હતા, તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે, નિષ્ણાતો માને છે કે આ વિષય પર હજુ વધુ ઊંડા રિસર્ચની જરૂર છે.

જેઠીમધ (Licorice Root):

જેઠીમધ પર પણ ઘણા અભ્યાસ થયા છે. વર્ષ 2003 ના એક રિસર્ચમાં 25 પુરુષોને રોજ 7 ગ્રામ જેઠીમધ ખાવા આપવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે માત્ર એક જ અઠવાડિયામાં આ પુરુષોના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં લગભગ 26 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

અળસીના બીજ (Flax Seeds):

સામાન્ય રીતે અળસીના બીજને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક રિસર્ચ દર્શાવે છે કે તેમાં 'લિગ્નાન્સ' નામનું સંયોજન રહેલું છે, જે શરીરમાંથી ટેસ્ટોસ્ટેરોનને દૂર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર સંબંધિત એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ સુગર લેવલ અચાનક વધી જાય છે? રોજ પીવો આ જ્યુસ!

પ્રોસેસ્ડ અને પેકિંગવાળો ખોરાક:

પેકેટબંધ અને પ્રોસેસ્ડ ફૂડમાં રહેલું 'ટ્રાન્સ ફેટ' સ્વાસ્થ્ય માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. 209 પુરુષો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો વધુ પ્રમાણમાં ટ્રાન્સ ફેટવાળો ખોરાક (જંક ફૂડ) ખાતા હતા, તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હેલ્ધી ડાયેટ લેનારા લોકો કરતા 15 ટકા જેટલું ઓછું હતું.

દારૂનું વધુ પડતું સેવન:

વધુ પડતો દારૂ પીવાથી હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે. 2004 ના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે પુરુષોએ સળંગ 3 અઠવાડિયા સુધી રોજ 30 થી 40 ગ્રામ દારૂ પીધો હતો, તેમના ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં 6.8 ટકાનો ઘટાડો થયો હતો.

આ ઉપરાંત, કેટલાક અભ્યાસોમાં અખરોટ અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સની પણ ટેસ્ટોસ્ટેરોન પર અસર થતી હોવાની ચર્ચા કરાઈ છે. જોકે, આ તારણો હજુ અંતિમ ગણી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ શું કેરીનું સેવન કરવાથી ચહેરા પર ખીલ થાય છે?

Disclaimer: આ માહિતી સામાન્ય રિસર્ચ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. તમારા ડાયેટમાંથી કોઈપણ ખોરાકને સંપૂર્ણપણે હટાવતા પહેલા કે નવી લાઈફસ્ટાઈલ અપનાવતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લો.