ધર્મ જ્યોતિષ ટિપ્સ લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. શાસ્ત્રો મા લક્ષ્મીના આશિષથી ધન ધાન્યનો વૈભવ શક્ય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય જાણીએ લો
લક્ષ્મીજીની કૃપાની કૃપા ખૂબ જ મહત્વની મનાય છે. શાસ્ત્રમાં લક્ષ્મીજીને ધન વૈભવની દેવી મનાય છે. કળયુગમાં મા લક્ષ્મીની કૃપા મહત્વપૂર્ણ મનાય છે. કળિયુગ ધન પ્રધાન છે. એટલા માટે પૈસાને મુખ્ય સંસાધનોમાંનું એક માનવામાં આવે છે. જેથી કરીને તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો.
લક્ષ્મીજીની કૃપાથી જીનનમાં સુખ સમૃદ્ધી આવે છે. શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. મા લક્ષ્મીજીની આરાધના કરવાથી જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પૈસા સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો 25 માર્ચ, 2020, શુક્રવારના રોજ
શુક્રવારે કમલગટ્ટે ( કમળકાકડી)ની માળાથી લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ દિવસે ઘી અર્પણ કરીને ઋગ્વેદ શ્રીસૂક્તનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
લક્ષ્મી પૂજન
લક્ષ્મી પૂજામાં ગાયનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે 11 કોડીને ગંગાના જળથી ધોઈને લક્ષ્મીજીને અર્પણ કરો, આ કોડીપર હળદર અને કુમકુમનું તિલક કરો. પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન પ્રાપ્ત થાય છે અને આવક વધે છે.
મા લક્ષ્મી સાથે આ અન્નપૂર્ણાની પણ કૃપા થશે પ્રાપ્ત
મુઠ્ઠીભર નાગકેસર, મુઠ્ઠીભર ઘઉં, હળદરનીં એક ગાંઠ, એક તાંબાનો સિક્કો, મુઠ્ઠીભર આખું મીઠું અને નાના તાંબાના પગથિયાં બાંધીને રસોડામાં હળદરથી રંગેલા કપડાના ટુકડામાં લટકાવી દો. આ સાથે લક્ષ્મીજીની સાથે માતા અન્નપૂર્ણાની કૃપા પણ બની રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.