Hair  Care: વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.  વધુ માનસિક તણાવ,

  વધુ જંક ફૂડનું સેવન વગેરે વાળને અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે.


આજની આપની ખરાબ લાઇફસ્ટાઇલના કાપણે ઘણા લોકો  અકાળે  સફેદ વાળ થવાની સમસ્યાથી પરેશાન છે. નાની ઉંમરમાં પણ લોકો વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના માટે તેઓ ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપાયો પણ અપનાવી રહ્યા છે, પરંતુ તેનો કોઈ ફાયદો થતો દેખાતો નથી, તો આજે અમે તમને સફેદ વાળ થતાં રોકવા માટે કેટલા સરળ ઉપાય બતાવી રહ્યાં છીએ. જેનાથી આપ અકાળે થતાં સફેદ વાળને રોકી શકશો. .


આનાથી થઇ શકે છે સમસ્યા


જો કે, વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તમે વધુ માનસિક તણાવ,  વધુ જંક ફૂડનું સેવન., આ તમામ  કારણો આપના  વાળ સફેદ કરી શકે છે. આ સિવાય ખરાબ પાણીના કારણે પણ તમને વાળ ખરવા સફેદ થવાની સમસ્યા થઈ શકે છે.


આ કરો ઉપાય



  • કાળી કિસમિસ ખાવાથી તમારા વાળ સફેદ થતા કે ખરતા અટકાવી શકાય છે. કાળી કિસમિસનું સેવન કરવાથી તમારા વાળનો ગ્રોથ પણ વધારી શકાય છે.

  • આપ વધુમાં વધુ લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ, તેમાંથી આપને  મિનરલ્સ અને વિટામીનની સંપૂર્ણ માત્રા મળી જશે. જેનાથી વાળને ફાયદો થશે.

  • ઘરે જ મીઠા લીમડાના પાનનુ તેલ બનાવો અને  તેને વાળ પર નિયમિત લગાવો.

  • કાચા આંબળાનું  પેસ્ટ બનાવો અને તેને માથાની ચામડીમાં લગાવો.

  • વાળ પર વધુ પડતા કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં.


Disclaimer : એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.