Eye care tips: આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે કે, તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આંખો આપણા શરીરના સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી જરૂરી છે.
આંખોની રોશની વધારવા માટે ડાયટમાં દાળ સામેલ કરો. કાળું મટર, બીન્સ ફળો ભરપૂર માત્રામાં લો,આ ડાયટ રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે.
અખરોટમાં વધુ માત્રામાં 3 ફેટી એમિનો એસિડ, વિટામિન ઇ હોય છે. ઉપરાંત સુરજમુખીનું તેલ પણ આંખોની હેલ્થ માટે બેસ્ટ છે.
લીલા પાનવાળા શાકને ડાયટમાં કરો સામેલ, લીલા શાકમાં ન્યુટ્રિશન અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે આંખોની ક્ષમતાને વધારે છે.
ગાજરમાં ભરપૂર માત્રામાં બિટા કેરોટીન હોય છે. જે આંખો માટે ખૂબ જ ઉપકારક છે. ખાલી પેટે ગાજરનું જ્યુસ પીવાથી શરીરની અન્ય બીમારીની સાથે આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લોઇંગ બને છે.
દાંતને કેવિટીથી બચાવવા માટે ફોલો કરો આ ટિપ્સ, ટીથ હેલ્થ માટે જરૂરી છે
- દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે.
- જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
- કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા
- આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ
- કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી
- આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે
- આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે
- દાંતને કેવિટીથી બતાવવા માટે શું કરશો?
- બે વખત બ્રશ કરવું અનિવાર્ય છે
- જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે
- બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવો
- ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું નિયમિત ચેકઅપ કરાવો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.