Diet for eye health: આંખ આપણા શરીરનું બેહદ કિંમત અંગ છે. જો આપના આંખોની રોશની સતત નબળી થઇ રહી હોય તો જરૂરી છે કે આપના શરીરમાં કેટલાક વિટામિન્સની કમી થઇ રહી છે.
વિટામીન-A- આંખોની રોશની જાળવવા માટે A વિટામિન્સ જરૂરી છે. તેની પૂર્તિ માટે શક્કરિયા, પપૈયુ, ગાજર, કોળું, લીલા પાનના શાકભાજી ખાઇ શકો શકો છો.
આંખોની રોશનીને શાનદાર બનાવવા માટે વિટામિન્સ B પણ એટલું જ જરૂરી છે. આ વિટામિન્સની ઉણપથી સતત આંખની રોશનમાં કમજોરી આવે છે અને ચશ્માના નંબર વધવા લાગે છે.
શરીરમાં વિટામિન બી6, બી12ની કમી ન રહે તે માટે ડાયટમાં સીડ્સ, મિલ્ક પોડક્ટ,દાળ, બીન્સને સામેલ કરો.
આંખોની રોશની સુધારવા માટે વિટામિન Cને પણ અસરકારક પોષક માનવામાં આવે છે, તે આંખની દષ્ટી ક્ષમતા સુધારે છે અને અસ્પષ્ટ દ્રષ્ટિની ફરિયાદને દૂર કરે છે. આ પોષક તત્વો મેળવવા માટે નારંગી, લીંબુ, આમળા, મોસંબી, જામફળ, બ્રોકોલને ડાયટમાં સામેલ કરવા જોઇએ.
વિટામિન E આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, જે આપણને ફ્રી રેડિકલના જોખમથી બચાવે છે. આ હાંસલ કરવા માટે, તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, સૅલ્મોન માછલી, બદામ અને એવોકાડો ખાવા જોઈએ.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.