શોધખોળ કરો

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

2000 થી 2021 દરમિયાન 194 દેશોના ડેટાના આધારે બનાવેલા આ અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં જોખમ વધુ જોવા મળ્યું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ત્રણ ગણું જોખમ જોવા મળ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં દૂષિત ખોરાકથી 86.6 કરોડ લોકો બીમાર પડે છે.
  • આફ્રિકન, દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં જોખમ વધુ, બાળકો વધુ સંવેદનશીલ.
  • બીમારીનું કારણ બેક્ટેરિયા; મૃત્યુનું મુખ્ય કારણ રાસાયણિક સંપર્ક છે.
  • ઝેરી રસાયણો હૃદયરોગ, કેન્સરનું કારણ, બાળકોને ગંભીર અસર.

સાત જૂનના રોજ આખી દુનિયામાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવશે પરંતુ તે અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠને દૂષિત ખોરાકથી થતી બીમારીઓ અને મૃત્યુ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે, જે કંઈક અંશે ચિંતાજનક છે. 2000 થી 2021 દરમિયાન 194 દેશોના ડેટાના આધારે બનાવેલા આ અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં જોખમ વધુ જોવા મળ્યું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ત્રણ ગણું જોખમ જોવા મળ્યું છે.

86.6 કરોડ કેસ અને 15 લાખ મોત

વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે દૂષિત ખોરાકને કારણે દર વર્ષે વિશ્વભરમાં 86.6 કરોડ લોકો બીમાર પડે છે, જેના પરિણામે 15 લાખથી વધુ લોકોના મોત થાય છે. પાણી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આમાંથી મોટાભાગના કેસોને અટકાવી શકાય છે. જો કે, 2000થી દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકા સિવાયના તમામ દેશોમાં ખોરાકજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે.

કેસ અને મૃત્યુના મુખ્ય કારણો અલગ અલગ હોય છે

WHO ને આ અભ્યાસમાં બીજી એક રસપ્રદ જાણકારી મળી હતી. તેનો અંદાજ છે કે 2021માં દુષિત ભોજનથી થનારી બીમારીનું મુખ્ય કારણ બેક્ટેરિયલ, વાયરલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શન છે. પરંતુ મોતનું સૌથી મોટું કારણ કેમિકલનો સંપર્ક છે.  આમાંથી, ઈનઓર્ગેનિક આર્સેનિક, સીસું અને મિથાઈલમર્ક્યુરી સૌથી વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, જે હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે.

આ પણ વાંચોઃ Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

યુએનએ આ જ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે એકવાર આ રસાયણો ફૂડ સપ્લાયમાં પ્રવેશ કરે છે, પછી તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ અથવા અશક્ય છે. આ કેમિકલ ફૂડમાં અસુરક્ષિત પાણી, અયોગ્ય હેન્ડલિંગ અથવા પર્યાવરણીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા ખોરાકમાં પ્રવેશ કરે છે. આર્સેનિક અને સીસું જ વાર્ષિક 1 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બને છે.

નાના બાળકો પર વધુ જોખમ 

વિશ્વ આરોગ્ય સંસ્થા નાના બાળકો (5 વર્ષથી ઓછી ઉંમરના) વિશે ખૂબ ચિંતિત છે કારણ કે, વૈશ્વિક વસ્તીના માત્ર 9 ટકા હોવા છતાં તેઓ દુષિત ભોજનના કારણે થતી બીમારીના તમામ કેસોમાં લગભગ ત્રીજા ભાગનું કારણ બને છે. આ સમસ્યા રોગનું કારણ બને છે, જે આ ઉંમરના બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. વધુમાં મિથાઈલમર્ક્યુરી જેવા રસાયણોથી ભરેલા ખોરાકના દૂષણથી મગજના વિકાસમાં અવરોધ આવી શકે છે અને જીવનભર ન્યુરોલોજીકલ અને વિકાસલક્ષી સમસ્યાઓ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

WHOના અહેવાલ મુજબ દૂષિત ખોરાકથી વિશ્વભરમાં કેટલા લોકો પ્રભાવિત થાય છે?

WHOના અહેવાલ મુજબ દૂષિત ખોરાકને કારણે દર વર્ષે વિશ્વભરમાં 86.6 કરોડ લોકો બીમાર પડે છે અને 15 લાખથી વધુ લોકોના મોત થાય છે. પાણી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ધ્યાન આપીને મોટાભાગના કેસો અટકાવી શકાય છે.

દૂષિત ભોજનથી થતી બીમારીઓ અને મૃત્યુના મુખ્ય કારણો શું છે?

દૂષિત ભોજનથી થતી બીમારીનું મુખ્ય કારણ બેક્ટેરિયલ, વાયરલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શન છે. જ્યારે મોતનું સૌથી મોટું કારણ ઈનઓર્ગેનિક આર્સેનિક, સીસું અને મિથાઈલમર્ક્યુરી જેવા રસાયણોનો સંપર્ક છે.

નાના બાળકો દૂષિત ભોજનથી શા માટે વધુ જોખમમાં છે?

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વૈશ્વિક વસ્તીના 9% હોવા છતાં, દૂષિત ભોજનના લગભગ એક તૃતીયાંશ કેસનું કારણ બને છે. મિથાઈલમર્ક્યુરી જેવા રસાયણો મગજના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે અને લાંબા ગાળાની ન્યુરોલોજીકલ સમસ્યાઓ સર્જી શકે છે.

હાનિકારક રસાયણો ખોરાકમાં કેવી રીતે પ્રવેશે છે અને તેની શું અસર થાય છે?

રસાયણો અસુરક્ષિત પાણી, અયોગ્ય હેન્ડલિંગ અથવા પર્યાવરણીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા ખોરાકમાં પ્રવેશે છે, જેને દૂર કરવા મુશ્કેલ છે. આર્સેનિક અને સીસું વાર્ષિક 1 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Embed widget