સારી અને ગાઢ ઊંઘ માટે સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી છે. ઊંઘ જ્યારે ઊંડી અને સપના વિનાની હોય તો સવારે તમે એકદમ ફ્રેશ મૂડ સાથે જાગો છો. ઊંઘ માનસિક અને શારિરીક સ્વાસ્થ્યની સાથે જ સૌદર્ય માટે પણ ખુબ જ જરૂરી છે. તમને રાત્રે  સારી ઊંઘ આવે અને સપનાના કારણે, વોશરૂમ જવા માટે કે તરસ લાગવાના કારણે તમારી ઊંઘ ના ઉડી જાય, તેના માટે તમે અહીયા જણાવેલી રીતની સ્પેશિયલ ચા તૈયાર કરીને પી શકો છો. જે સારી ઊંઘની સાથે જ શરીરને અન્ય લાભ પણ આપે છે. 


સારી ઊંઘ માટે શું કરશો?
સારી ઊંઘ માટે તમારે સૂતા પહેલા કેળા અને તજથી બનાવેલી ચાનું સેવન કરો. આ ચાને બનાવવા માટે આટલું કરો.. 
દોઢ કપ પાણી
1 કેળુ
1 ટી સ્પૂન તજ 


ચા બનાવવાની રીત 


કેળાને ધોઈને સાફ કરો અને તેને નાના નાના ટુકડામાં કાપી લો.
હવે આ ટુકડાઓને ચા બનાવવાના વાસણમાં નાંખી દો 
 તેમાં ઉપરથી એક નાની ચમચી તજનો પાવડર નાંખી દો.
હવે તેમાં ઉપરથી પાણી નાંખીને તેને મિક્સ કરી 10 મિનીટ સુધી ધીમી આંચ સુધી ગરમ થવા દો.
હવે તેને ગળણીની મદદથી ગાળી લો અને પછી તેનું સેવન કરો.
સૂતા સમયના એક કલાક પહેલા પીવાથી તમને ફ્રેશ થવાનો સમય મળશે જેથી રાત્રે સૂતી વખતે વોશરૂમ ન જવું પડે. 
રોજ રાત્રે સૂતા પહેલા આટલું કરો, તમને સારી ઊંઘ આવશે. 


ઊંઘ આવવામાં કેળા કેવી રીતે મદદરૂપ છે 



  • કેળામાં એસિડ, ટ્રાઈફોટોન અને રિલેક્સેશન પ્રોપર્ટીઝ હોય છે. આનું સેવન કરવાથી બ્રેઈનમાં સેરોટિનનનો સ્ત્રાવ થાય છે. સેરોટિનન એક રિલેસ્કિંગ હાર્મોન હોય છે, જે મગજને શાંત કરે છે, ઊંઘ સારી આવે છે. શરીરની કોષિકાઓને શાંત કરે છે જેનાથી આરામનો અનુભવ થાય છે. 

  • કેળાનું સેવન કરવાથી શરીરમાં કાર્ટિસોલનું પ્રોડક્શન સીમિત થઈ જાય છે. કાર્ટિસોલ એવું હાનિકારક હાર્મોન છે, જે શરીર અને મગજમાં તણાવનું મુખ્ય કારણ છે. જેને સ્ટ્રેસ હાર્મોનના નામે પણ ઓળખવામાં આવે છે. 


ઊંઘ લાવવામાં તજનો ઉપયોગ 



  • તજ એક આયુર્વેદિક ઔષધિ છે, જેનો અન્ય ઘણા રોગોના ઉપચારમાં ઉપયોગમાં કરવામાં આવે છે. અનિંદ્રાની સમસ્યા પણ એવી જ એક બિમારી છે. તજમાંથી બનાવેલી ચાનું સેવન કરવું જોઈએ. આ તમે લીધેલા ભોજનના પાચન કરે છે. 

  • તજ લોહીના પ્રવાસને નિયંત્રિત કરે છે અને જ્યારે કેળા સાથે તેની ચા તૈયાર કરવામાં આવે તો તેની અસર ઊંઘ પર ચોક્કસ જોવા મળે છે. 


નોંધઃ આ આર્ટિકલમાં જણાવેલી પદ્ધતિ અને રીત તથા દાવાને સૂચનના રૂપમાં લો, એબીપી ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી, આ પ્રકારના કોઈ પણ ઉપચાર/દવા/ ડાયટ પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેશો.