Bad Morning Habits: શું તમે જાણો છો કે તમારી સવારની શરૂઆત તમારા આખા દિવસના સ્વાસ્થ્યનો નકશો નક્કી કરે છે? સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જાગ્યા પછીના શરૂઆતના થોડા કલાકો તમારા હૃદય માટે સૌથી નાજુક હોય છે. સવારના સમયે શરીરમાં કુદરતી રીતે જ 'બ્લડ પ્રેશર' (Blood Pressure) અને તણાવ વધારતા 'કોર્ટિસોલ' (Cortisol) હોર્મોન્સનું પ્રમાણ વધુ હોય છે. તેવામાં જો તમે કેટલીક ખોટી આદતોનો શિકાર બનો, તો તે 'હાર્ટ એટેક' (Heart Attack) નું જોખમ અનેકગણું વધારી શકે છે. તમારી સવારની કઈ 6 આદતો તમારું આયુષ્ય ઓછું કરી રહી છે, તે વિશે વિગતવાર જાણો.

1. ઉઠતાની સાથે જ પાણી ન પીવું (Skipping Water) રાતભર ઊંઘ્યા બાદ શરીર કુદરતી રીતે 'ડિહાઇડ્રેટેડ' (Dehydrated) થઈ ગયેલું હોય છે. જો તમે ઉઠીને તરત પાણી નથી પીતા, તો લોહી જાડું થઈ શકે છે, જેના કારણે હૃદયે લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. ઘણા લોકો બેડ-ટી કે કોફી પીવે છે, જે નુકસાનકારક છે. સવારે શરીરને ડિટોક્સ કરવા અને હૃદયને રાહત આપવા સૌથી પહેલા હુંફાળું પાણી પીવું જોઈએ.

2. વોર્મ-અપ વિના ભારે કસરત (Intense Exercise) સવારની કસરત સારી છે, પરંતુ ઉઠતાની સાથે જ સીધું જીમમાં જઈને ભારે વજન ઉંચકવું કે દોડવું જોખમી છે. ઊંઘ પછી આપણી રક્તવાહિનીઓ થોડી સંકોચાયેલી (Stiff) હોય છે. અચાનક શરીર પર લોડ આપવાથી હૃદય પર દબાણ આવે છે. તેથી શરૂઆત હંમેશા હળવા સ્ટ્રેચિંગ કે વોકિંગથી કરવી જોઈએ.

3. પથારીમાં જ મોબાઈલ ચેક કરવો (Checking Phone) આજકાલ યુવાનોમાં ઉઠતાની સાથે જ સોશિયલ મીડિયા કે મેઈલ ચેક કરવાની લત લાગી છે. આ આદત મગજમાં તણાવ પેદા કરે છે, જેનાથી કોર્ટિસોલ હોર્મોન અને બીપી વધે છે. દિવસની શરૂઆત શાંતિથી કરવી જોઈએ, સ્ક્રીન જોઈને નહીં.

4. નાસ્તો ન કરવો (Skipping Breakfast) 'ફ્રન્ટીયરસિન' (Frontiersin) વેબસાઇટના એક સંશોધન મુજબ, જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમનામાં હોર્મોનલ અસંતુલન અને હૃદય રોગનું જોખમ વધુ જોવા મળે છે. સવારે ઉઠ્યાના 2 કલાકમાં સંતુલિત આહાર લેવો અનિવાર્ય છે.

5. સોલ્ટી બ્રેકફાસ્ટ (Salty Food) સવારના નાસ્તામાં અથાણું, પાપડ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી શરીરમાં સોડિયમ વધે છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઝેર સમાન છે. તેના બદલે ફળો, ઓટ્સ કે સ્પ્રાઉટ્સ જેવા વિકલ્પો પસંદ કરવા જોઈએ.

6. બીપી ચેક ન કરવું (Ignoring BP) જેમને હાઈ બીપીની સમસ્યા છે, તેમના માટે સવારનો સમય સૌથી વધુ જોખમી હોય છે. જેને મેડિકલ ભાષામાં 'સાયલન્ટ કિલર' (Silent Killer) કહેવાય છે. તેથી સવારે ઉઠીને નિયમિત બીપી ચેક કરવું હિતાવહ છે.

(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને સંશોધનો પર આધારિત છે. કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)