Health Alert: સાવધાન આ ફૂડનું સેવન કેન્સરના જોખમને વધારશે, કિચનમાંથી કરો દૂર
Harmful kitchen Habits: આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓ રસોડામાંથી ફેંકી દેવી જોઈએ કારણ કે, તે કેન્સરના જોખમને વધારે છે.

Cancer Risk Foods In kitchen: રસોડું આપણા ધરનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કારણ કે તેમાં બધી જ જરૂરી ખાદ્ય ચીજો રહે છે. આ જ કારણ છે કે, નિષ્ણાતો હંમેશા રસોડામાં સ્વચ્છતા જાળવવાની સલાહ આપે છે. જો તમે અહીં સ્વચ્છતા ન રાખો, તો અહીંથી ઘણા રોગો ઉદ્ભવે છે, અને આપણે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને તેની કિંમત ચૂકવવી પડે છે. ડૉ. કંચન કૌર સમજાવે છે કે, રસોડામાં હાજર ઘણી સામાન્ય ખાદ્ય ચીજો અને રસોડાના વાસણો આપણને કેન્સર જેવા ખતરનાક રોગો આપી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓ રસોડામાંથી ફેંકી દેવી જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડ્સ
પ્રોસેસ્ડ ફૂડ્સ સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. આમાં પેકેજ્ડ નાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને કેક મિક્સનો સમાવેશ થાય છે. તેમાં હાનિકારક રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આ ફૂડ ફક્ત તમારા વજનને જ નહીં પરંતુ તમારા પાચનતંત્રને પણ અસર કરે છે. જો તેના સેવનથી કેન્સરનું જોખમ વધે વધે છે.
તળેલું ફૂડ
જો તમને તળેલા ખોરાક ખાવાનો શોખ હોય અને તમે તેને વારંવાર બનાવીને રોજ ખાઓ છો, તો શક્ય તેટલી વહેલી તકે બંધ કરવાનો પ્રયાસ કરો. કારણ કે જો તમે તળેલા ખોરાક ખાવાનું ચાલુ રાખો છો, તો તે એક્રેલામાઇડ નામનો પદાર્થ ઉત્પન્ન કરે છે, જે પાછળથી કેન્સરનું કારણ બની શકે છે. તેથી, તમારે વારંવાર તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. હંમેશા ઓછો શેકેલો કે બાફેલા ફૂડનું સેવન વધુ કરો. આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પ્લાસ્ટિક કંટેનરનો ઉપયોગ
આજકાલ, લોકોએ તેમના રસોડામાં પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધાર્યો છે. જોકે, એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે મોટાભાગના પ્લાસ્ટિકના કન્ટેનરમાં તમે ખોરાક સંગ્રહ કરો છો તેમાં BPA અને અન્ય હાનિકારક રસાયણો હોય છે. જ્યારે આ ગરમ ખોરાકના સંપર્કમાં આવે છે, ત્યારે તે ઓગળી જાય છે અને આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ કેન્સર જેવા રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. તેથી, કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનરમાં ખોરાક સંગ્રહ કરવાનો પ્રયાસ કરો. આ એક સલામત વિકલ્પ છે.
સુગર અને પેકેડ ફૂડ પેકેટ જ્યુસ
આપણે ઘણીવાર પેકટમાં પેક આવતા જ્યુસ સહિતના પીણાંનું સેવન કરીએ છીએ. આ પીણાંમાં સુગરની સાથે પ્રિઝર્વટિવ્સ હોય છે. જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી. ઘણા અભ્યાસો અનુસાર, આ માત્ર ડાયાબિટીસનું જોખમ જ નહીં પરંતુ કેન્સરનું જોખમ પણ વધારે છે. નિયમિતપણે તેનું સેવન કરવાને બદલે, તમે ઘરે ઉગાડવામાં આવતા તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
રંગવાળા ફૂડને અવોઇડ કરો
ખાદ્ય રંગોમાં પણ ઘણી વખત નુકસાનકારક રસાયણો ઉમેરવામાં આવે છે. જે પણ કેન્સર જેવા જીવલેણ રોગને નોતરે છે. કેટલીકવાર, આમાંના કેટલાક હાનિકારક રસાયણો આપણા શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને કેન્સરનું જોખમ રહેલું છે. તેથી, શક્ય તેટલું તેમને ટાળવાનો પ્રયાસ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















