Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Health Tips: લીલા મરચાંમાં હાજર કેપ્સાઈસિન શરીરમાં ચોક્કસ રીસેપ્ટર્સને સક્રિય કરે છે, જેના કારણે શરીર ઊર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે. આ ચયાપચયને સુધારવામાં મદદ કરે છે.

- લીલા મરચાંમાં રહેલું કેપ્સાઈસીન મેટાબોલિઝમ સુધારે છે.
- વિટામિન C થી ભરપૂર લીલા મરચાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- લીલા મરચાં પાચનતંત્રને સક્રિય કરી ખોરાક પચાવવામાં મદદ કરે છે.
- રોજ એક-બે મરચાં ખાવાથી અનેક પોષક તત્વો મળે છે.
Green Chilli Benefits: ભારતીય ખોરાકમાં તીખાશ માત્ર સ્વાદ વધારવા માટે જ નથી હોતી, પરંતુ તે સ્વાસ્થ્ય સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ઘણીવાર લોકો જમવાની સાથે લીલા મરચાં માત્ર સ્વાદ માટે ખાતા હોય છે, પરંતુ નિષ્ણાતોના મતે દરરોજ મર્યાદિત માત્રામાં લીલા મરચાં ખાવા શરીર માટે ફાયદાકારક હોઈ શકે છે. લીલા મરચાંમાં એવા અનેક પોષક તત્વો જોવા મળે છે જે શરીરની ઘણી જરૂરી પ્રક્રિયાઓને સુધારવામાં મદદ કરે છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે લીલા મરચામાં કેપ્સાઈસીન નામનું ખાસ તત્વ જોવા મળે છે, જે શરીરમાં ગરમી પેદા કરવાની પ્રક્રિયા એટલે કે Thermogenesis ને થોડી વધારી દે છે. સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે લીલા મરચાં ખાઈએ છીએ ત્યારે શરીરને થોડી વધારાની ઊર્જા ખર્ચવી પડે છે, જેનાથી મેટાબોલિઝમ સુધરી શકે છે.
મેટાબોલિઝમને સુધારવામાં મદદરૂપ લીલા મરચાં
લીલા મરચામાં રહેલું કેપ્સાઈસીન શરીરના કેટલાક રિસેપ્ટર્સને સક્રિય કરે છે, જેનાથી શરીર ઊર્જાનો ઉપયોગ વધુ કરવા લાગે છે. આનાથી મેટાબોલિઝમ સુધારવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે પણ મર્યાદિત માત્રામાં લીલા મરચાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે લીલા મરચાં
લીલા મરચાં વિટામિન C નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલું વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે તે કોલેજનના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે જે ત્વચા અને શરીરના અનેક ભાગો માટે જરૂરી છે. વળી, કેટલાક સંશોધનો જણાવે છે કે લીલા મરચામાં રહેલું કેપ્સાઈસીન શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યપદ્ધતિને સુધારવામાં મદદ કરી શકે છે. તેને ખાધા પછી અચાનક બ્લડ શુગર વધવાની શક્યતા ઓછી થઈ શકે છે.
લીલા મરચાં પાચનને પણ બનાવે છે શ્રેષ્ઠ
મસાલેદાર અને તીખો ખોરાક પેટમાં ગેસ્ટ્રિક એન્ઝાઇમના ઉત્પાદનને વધારી શકે છે, જેનાથી ખોરાક સારી રીતે પચવામાં મદદ મળે છે. લીલા મરચાં પાચન પ્રક્રિયાને સક્રિય કરવામાં મદદરૂપ માનવામાં આવે છે, જેનાથી ઘણા લોકોને ખોરાક પચાવવામાં સરળતા રહે છે. લીલા મરચામાં માત્ર વિટામિન C જ નહીં પરંતુ વિટામિન A, B6, આયર્ન, પોટેશિયમ અને અનેક પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ પણ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં બીટા કેરોટીન, લ્યુટીન અને બીજા પોષક તત્વો પણ હોય છે જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે આંખો, ત્વચા અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ મદદરૂપ થઈ શકે છે.
કેટલા લીલા મરચાં ખાવા યોગ્ય?
નિષ્ણાતોના મતે દરરોજ ખોરાકની સાથે એકથી બે લીલા મરચાં ખાવા સામાન્ય રીતે સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ કારણ કે વધુ પડતું તીખું ખાવું કેટલાક લોકો માટે મુશ્કેલી પણ બની શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )






















