Heart care:હૃદયરોગ, દુનિયાભરમાં ઝડપથી વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. ગંભીર પરિસ્થિતિમાં લોકોને હાર્ટ અટેક જેવી જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
હેલ્થ એકસ્પર્ટના જણાવ્યાં મુજબ હૃદયની સમસ્યા આપણી ખરાબ જીવન શૈલીનું પરિણામ છે, રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સેવા અનુસાર વધુ વસાવાળો આહારનું સેવન કરવાથી લોકોમાં ધમની સખત થઇ જાય છે. જેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.
હાર્ટ સંબંધિત બે અધ્યયન થયા છે. જેમાં એવા આહારનું સુચન કરાયું છે. જેનાથી હાર્ટ અટેકના જોખમને ટાળી શકાય. આ અધ્યનનું તારણ છે કે, ગ્રીન વેજીટેબલને ડાયટમાં સામેલ કરવાથી અને વસાવાળી આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.
Disclaimer:આ આર્ટિકલમાં જણાવેલ વિધિ, રીત તેમજ દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું.તેને માત્ર સૂચનના રૂપે લો.આ પ્રકારના કોઇ ઉપચાર દવા, ડાયટ,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.