Omicron Prevention: આપની રોગપ્રતિકારક શક્તિ સારી છે અને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધી છે તો આ વાયરસ આપના પર હાવિ થાય તેવા બહુ ઓછી શક્યતા છે. આ ઘરેલુ નુસખા આપના માટે કારગર છે.


કોરોના હવે એક નહી પરંતુ અલગ-અલગ વેરિયન્ટના રૂપે લોકોને પરેશાન કરી રહ્યો છે. આપણા દેશની વાત કરીએ તો અહીં ત્રણ વેરિયન્ટ હાલ સંક્રમણ કરી રહ્યાં છે. કોવિડ 19 ડેલ્ટા ઓમિક્રોન. તેમાંથી કોઇ પણ વાયરસ શરીરમાં ફેલાતા અલગ અલગ સમય લે છે. તેનેજ ઇકયુબેશન પિરિયડ કહે છે.


સૌથી પહેલા પુરતો આરામ કરો


થાક, શરીરનો દુખાવો, માથામાં ભારેપણું, મૂંઝવણની સ્થિતિ, બેચેની વગેરે જેવી સમસ્યાઓમાં આપને  શારીરિક અને માનસિક શ્રમ ટાળવો જોઈએ. બને તેટલો આરામ અને ઊંઘ લો. આમ કરવાથી, તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર  વાયરસને દૂર કરવામાં વધુ સક્ષમ બને છે.


બીજો ઉપાય છે તરલ પદાર્થ


શિયાળાની સિઝન ચાલી રહી છે તો ઠંડી ખૂબ જ પડી રહી છે આ સ્થિતિમાં લોકો પાણી પીવાનું ઓછું કરી દે ચે. જે કિડની માટે સારૂ નથી. પર્યાપ્ત માત્રમાં પાણી જરૂર પીઓ...ગરમ પાણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને વાયરસને ખતમ કરવામાં સહાયક છે.


હળદારવાળુ દૂધ પીવો. ચાય અને કોફીનું સેવન કરતાં રહો. કારણ કે શરીરમાં ડિહાઇડ્રેશન વધારવું જરૂરી છે. આપ હર્બલ ટી અથવા તુલસીનો ઉકાળ વગેરે પણ પી શકો છો. આ ગરમ વસ્તુઓ વાયરસ સંક્રમણનું વધવા નથી દેતું. સૂપ અને નારિયેળ પાણીનું સેવન કરો.


કોગળા કરવાથી મળશે રાહત


જો ગળામાં કોઈપણ પ્રકારની સમસ્યા છે  તો  તમને  કોગળા કરવાથી ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ કરો.નાક બંદ હોય તો સ્ટીમ શ્વાસમાં લેવાથી જલ્દી આરામ મળે છે.  ગરમ પાણીમાં       મેડિકેટેડ ઓઇનમેન્ટ નાખીને નાસ લો


પોષણ યુક્ત આહાર લો


જો શરીરને વિટામિન્સ અને મિનરલ્સનું પોષણ મળતું રહેશે, તો કોઈ પણ વાયરસ તમારા શરીરમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેથી, તમારા ડૉક્ટરને તમારા શરીરની સ્થિતિ વિશે કહો અને તેમના માર્ગદર્શન હેઠળ જરૂરી પોષણ .યુક્ત આહાર લો.


આ ફૂડ પહોંચાડે છે નુકસા


શિયાળાની ઋતુમાં બપોરના સમયે સંતરા, આલુ, બેરી, કેળા ખાવાથી શરીર મજબૂત રહે છે.આ ઋતુમાં ગાજર, બીટ, સલગમ, ટામેટા અને મૂળાનું સલાડ બનાવો અને  સવારનો કુમળો તડકો લો.