Health Tips:લોકોને વરસાદમાં ચા અને કોફી સાથે ગરમા ગરમ પકોડા ખાવાનું ખૂબ ગમે છે. પરંતુ બજારમાં મળતા પકોડા તમને બીમાર કરી શકે છે. ચા સાથે પકોડાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. જાણો શા માટે વધુ પડતી ચા અને કોફી અને તેની સાથે પકોડા ખાવાથી નુકસાન થાય છે?

ખુશનુમા હવામાન, વરસાદને કારણે ખીલેલા લીલાછમ વૃક્ષો અને છોડ, હળવો ઠંડો પવન આસાથે જો ગરમાગરમ ચા અને તેની સાથે પકોડા મળી જાય તો મોજ પડી જાય,ચોમાસાની જમાવટમાં મોટાભાગના લોકોની  આવી ઇચ્છા હોય છે. ચોમાસાની સવાર આનાથી વધુ સુંદર હોઈ શકે નહીં. પરંતુ ચા સાથે પકોડાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે સારું નથી. તે પાચનતંત્રને બગાડી શકે છે. બહાર ગાડીઓ અને દુકાનોમાંથી ખાવામાં આવતા પકોડા વધુ નુકસાન પહોંચાડે છે. તેનું કારણ એ છે કે દુકાનોમાં પકોડા તળવા માટેનું તેલ સવારથી સાંજ સુધી રહે છે. તે જ તેલને વારંવાર ગરમ કરીને તેમાં પકોડા તળવામાં આવે છે. તેથી, ટ્રાન્સફેટમાં વધારો થવાને કારણે, તે ઝેરી બની જાય છે.

તેથી, જે કોઈને વરસાદની ઋતુમાં ચા અને પકોડા ખાવાનો શોખ છે, તેમણે પોતાના પર થોડો કાબુ રાખવો જોઈએ, નહીં તો આ શોખ સ્વાસ્થ્યનો દુશ્મન બની જશે.

ખાવા સાથે ન પીવો ચા-કોફી

શરીરને પોષક તત્વો મળતા નથી

આયર્ન અને કેલ્શિયમની ઉણપ થાય છે

બીપી અને ખાંડનું જોખમ વધે છે

ચા-કોફી વચ્ચે 2 કલાકનું અંતર રાખો

વધુ ચા-કોફી પીવાના નુકસાન

કબજિયાત

પેટમાં ખેંચાણ

હાઈ બ્લડ પ્રેશર

આંતરડા પર અસર

હાર્ટબર્ન

ડિહાઈડ્રેશન

વધુ પડતું ચા અને કોફીનું સેવન સ્વાસ્થ્યનું દુશ્મન બની શકે છે. આ સાથે ઓઇલી મસાલેદાર અનેહેલ્ધી ફૂડ સ્વાસ્થ્યનું વધુ નુકસાન નોતરે છે. તેનાથી પાચન તંત્ર બગડે છે. એસિડિટી હાર્ટબર્ન સહિતની અન્ય ગંભીર સમસ્યા સતાવે છે.