Health Alert: સાવધાન આ ફૂડનું કરો છો સેવન તો કોરોનાનું જોખમ વધશે, આ આહાર ઇમ્યુનિટીને કરે છે બ્રેક
Health Tips: પેકેટ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ ફૂડને પણ સદંતર બંધ કરવું હિતાવહ છે.આ ફૂડ ફેટ વધારે છે. જેના કારણે વજન વધે છે. પ્રિઝર્વેટિવ યુક્ત ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઊંઘમાં ખલેલ પહોંચાડશે અને ઇમ્યુન સિસ્ટમને બ્રેક કરે છે.

જો આપ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા માંગતા હો અને બીમારી રક્ષણ મેળવવા માંગતા હો તો કેટલીક ચીજોનું સેવન તાત્કાલિક બંધ કરી દેવું જોઇએ. એવી કેટલાક ફૂડ છે, જે આપની ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.
બેકરીનો સામાન વધુ રિફાઇન્ડ લોટનો ઉપયોગ થાય છે. જેમાં ગ્લૂટન, ફેટ અને કેલેરીની માત્રા વધુ હોય છે. તેમાં મોટાભાગે કુકીઝ, કેક, પેસ્ટ્રી વગેરેમાં મેંદો, ખાંડ વધુ હોય છે,. જે રોગપ્રતિકારક શક્તિને ડેમેજ કરે છે.
કોલ્ડડ્રિન્કને ગરમી કે ઠંડી દરેક સિઝનમાં અવોઇડ કરો,. કોલ્ડડ્રિન્ક આપની ઇમ્યૂન સિસ્ટમ પર ખૂબ જ નેગેટિવ પ્રભાવ પાડે છે. સોડા અને આ ફ્રિઝી ડિન્કસ ખાંડથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ભરપૂર માત્રામાં હોય છે. જે વજન વધારવાની સાથે ઇમ્યુયન સિસ્ટમને નબળી પાડે દે છે.
જો આપ ફ્રાઇડ ફૂડ વધુ પસંદ કરતા હો તો તે આપની ઇમ્યૂન સિસ્ટમ માટે ખતરનાક સાબિત થાય છે. ફ્રાઇડ ફૂડમાં ફેટની માત્રા વધુ હોય છે, જે ઇમ્યુયન સિસ્ટમને નબળી પાડી દે છે.
પેકેટ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ ફૂડને પણ સદંતર બંધ કરવું હિતાવહ છે.આ ફૂડ ફેટ વધારે છે. જેના કારણે વજન વધે છે. પ્રિઝર્વેટિવ યુક્ત ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઊંઘમાં ખલેલ પહોંચાડશે અને ઇમ્યુન સિસ્ટમને બ્રેક કરે છે.
જો આપ વધુ સ્વીટ ખાવાના શોખિન હો તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વ્હાઇટ શુગર અથવા રિફાઇન્ડ શુગરને ઇમ્યુનિટીને ખતરનાક માનવામાં આવે છે. જે કેન્ડી, ચોકલેટ, કેક, બિસ્કિટસ, ટામટો કેચઅપમાં ઉપયોગ થાય છે.
આ ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર છે
બ્રોકોલી
બ્રોકોલી વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, C અને E તેમજ અન્ય એન્ટીઑકિસડન્ટોની માત્રા વધુ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
એવા અનેક ફૂડ છે. જેને રાત્રે પલાળીને સવારે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. અંકુરિત થતાં તેમની ન્યુટ્રિશ્યન વેલ્યૂ વધી જાય છે. તેમજ પાણીમાં પલાળેલ ફૂડ સરળતાથી પચી જાય છે અને સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. તો જાણીએ ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વિશે
કાળા ચણા: તેમાં ફાઇબર્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર હોવાની સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. ચણા પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે
મેથીદાણા: મેથીદાણામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. તે કબ્જને દૂર કરીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ડાયબિટીશના રોગી માટે તો તે રામબાણ ઇલાજ છે. જો મહિલાઓ પિરિયડ દરમિયાન રાત્રે પલાળેલ મેથીના દાણાનું સવારે સેવન કરે તો પિરિયડમાં થતી પીડાથી પણ રાહત મળે છે અને .રોગપ્રતિકાર શક્તિ વધારે
બદામ: તેમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમા હોય છે. જે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે કારગર છે. પલાળેલી બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે. આ નટસ પણ રોગપ્રતિકાર શક્તિ વધારે છે.
કિશમિશ: કિશમિશમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલ કિસમિસને ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તેમજ તે શરીરમાંની આયરનની કમીને દૂર કરે છે.રોગપ્રતિકાર શક્તિ વધારે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















