Health :

  સાંજના સમયે  આપણને કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. હવે આવી સ્થિતિમાં, મોટાભાગે આપણે બહારની વસ્તુઓ ખાઈએ છીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આને ખાવાથી શરીરમાં બળતરા વધે છે અને ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. તેથી, સાંજનો નાસ્તો ઘરે બનાવેલ અને હેલ્ધી  હોવો જોઈએ. આવો જાણીએ કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે.


દરેક વ્યક્તિને સાંજે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, આપણે ઘણીવાર બહારથી જંક ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. જો તમારે વજન ઓછું કરવું હોય અને પછી તમે બહારથી તળેલું ખાવાનું ખાતા હોવ તો પણ વજન ઘટાડવાનું સપનું ભૂલી જાઓ.


જો તમે તમારી ક્રેવિગ સંતોષવા માટે કેટલાક સ્વાસ્થ્યવર્ધક નાસ્તો પસંદ કરો તો તે વધુ સારું રહેશે, જે તમારી ભૂખને સંતોષશે અને તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો કરશે. આ લેખમાં, અમે તમને કેટલીક એવી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા વજન ઘટાડવાની યાત્રામાં સામેલ કરી શકો છો. આનાથી તમને એનર્જી પણ મળે છે અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. ચાલો જાણીએ એ હેલ્ધી વાનગીઓ વિશે.


પૌવા- પફ્ડ રાઇસમાંથી તૈયાર કરવામાં આવે છે, જે સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, ધાણાજીરું, લીંબુનો રસ, શેકેલા ચણા અને મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.


સ્વીટ કોર્ન- સ્વીટ કોર્ન ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વિકલ્પ છે. આ સીઝન સિવાય તમે મકાઈને ફ્રીઝ કરીને 12 મહિના સુધી ખાઈ શકો છો.


અંકુરિત મગ- અંકુરિત મગ પણ એક સારો ઓપ્શન છે. મગ, મઠ, ચણાને ફણગાવીને તેને થોડા તેલમાં મરચા સહિતના મસાલા નાખીને ફ્રાય કરી દો. ટેસ્ટી ડિશ તૈયાર છે. આ અંકુરિત સલાડ ફાઇબર,પ્રોટીન, વિટામિનથી ભરપૂર છે.


ઢોકળા -આ ગુજરાતીઓની સ્પેશિયલ અને ફેવરિટ ડિશ છે. આ ઓઇલ ફ્રી અને સ્વાદિષ્ટ ડિશ હોવાથી સૌની લોકપ્રિય છે. ઉપરાંત આ ડિશ પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટનો સારો સોર્સ છે.