Benefits of Stop Eating Sugar and Salt: સુગર અને સોલ્ટ છોડી દેવાથી શરીરમાં કયા ફેરફારો થાય છે? આના વધુ પડતા સેવનથી થતા નુકસાન અને તેમને એકસાથે છોડી દેવાના ફાયદા જાણો.
વજન ઘટવા લાગે છે
જ્યારે તમે પ્રોસેસ્ડ ફૂડ, ખારા નાસ્તા અને મીઠાઈઓ છોડી દો છો, ત્યારે શરીરમાં કેલરીનું પ્રમાણ આપમેળે ઘટે છે. આનાથી શરીર સંગ્રહિત ચરબીનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે અને વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
ત્વચા અને ચહેરો ચમકવા લાગે છે
ખાંડ અને મીઠું બંને ત્વચાને ડિહાઇડ્રેટ કરી શકે છે, જેના કારણે કરચલીઓ, ખીલ અને શુષ્કતા થાય છે. જ્યારે તેમનું સેવન બંધ કરવામાં આવે છે, ત્યારે ત્વચાનું મોશ્ચર પાછું આવે છે અને નેચરલ ગ્લો આવે છે.
માનસિક તણાવ ઓછો થાય છે
વધુ પડતી ખાંડ મનને વધુ ઉત્તેજિત અને થાકેલું બનાવે છે. વધુ પડતું મીઠું શરીરને સુસ્ત પણ બનાવી શકે છે. એક મહિના સુધી આ બધું છોડી દેવાથી મન સ્પષ્ટ થાય છે, અને શરીર વધુ સક્રિય અને ઉર્જાવાન લાગે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો