Health Benefits:આજની જીવનશૈલીમાં, મોડે સુધી જાગવું એ એક સામાન્ય બાબત બની ગઈ છે. કેટલાક લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે, તો કેટલાક પોતાના મોબાઈલ ફોન કે ગેજેટ્સમાં એટલા ડૂબેલા હોય છે કે તેમને ખબર પણ નથી પડતી કે ક્યારે રાતના 12 થઇ ગયા.  આવી સ્થિતિમાં કંઇકને કંઇ ખાવાની ક્રેવિગ થાય છે અને લોકો  જંક ફૂડ  અથવા ફાસ્ટ ફૂડનો શોર્ટકટ અપનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક એવા વિકલ્પો આપવા જઈ રહ્યા છીએ, જે તમે મોડી રાત્રે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. જે સ્વાદની સાથે પોષણ પણ આપશે.

આ નાસ્તા પોષક તત્વોથી ભરપૂર છે

મખાના અથવા ફ્રોક્સ નટસ ઉત્તમ  નાસ્તો છે, જે પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે પેટને લાઇટ  રાખવામાં અને સારી ઊંઘ લેવામાં પણ મદદ કરી શકે છે. જો તમને રાત્રે ભૂખ લાગે છે, તો મુઠ્ઠીભર શેકેલા મખાના ખાઓ. તે શરીરને સ્વસ્થ રાખવા તેમજ વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ઊંઘમાં પણ મદદરૂપ છે

જો તમને મોડી રાત્રે ભૂખ લાગે છે, તો  ઓટ્સ અને દૂધનું સેવન ઉત્તમ હેલ્ધી ફૂડ છે. ઓટ્સ ધીમે પચનાર  કાર્બોહાઇડ્રેટ છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે  છે. તેમાં હાજર ફાઇબર અને બીટા-ગ્લુકન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને ઊંઘની ગુણવતા પર  સુધારે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તે ખાવામાં લાઇટ હોવાની સાથે તે ઊંઘ લાવનારા હોર્મોન્સ મેલાટોનિન અને ટ્રિપ્ટોફનને પણ સક્રિય કરે છે.

બદામને પલાળીને કે શેકીને ખાઓ

રાત્રે ભૂખ લાગે ત્યારે બદામ ખાઈ શકાય છે. મેગ્નેશિયમ, વિટામિન ઇ અને હેલ્ધી ફેટથી ભરપૂર, આ ડ્રાઇ ફ્રૂટ પલાળીને કે શેકીને ખાઈ શકાય છે. બંને સ્વરૂપોમાં, તે તમારા મોંનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારી ભૂખ સંતોષવામાં મદદરૂપ સાબિત થશે. તેમજ હેલ્ધી પણ છે.

પ્રોટીનથી ભરપૂર નાસ્તો

રાત્રે ભૂખ લાગે ત્યારે એગ પણ એક સારો  વિકલ્પ છે. ભૂખ શાંત કરવા માટે બાફેલા ઈંડા ખાઈ શકાય છે. પ્રોટીન,  હેલ્ધી ફેટ  અને ઘણા જરૂરી વિટામિનથી ભરપૂર એગ રાત્રે એક થી બે અથવા ભૂખ મુજબ ખાઈ શકાય છે.

પેટ હલકું રહે છે, ઊંઘ સારી આવે છે

રાત્રે આપ વેજિટેબલ સૂપ પણ લઇ શકો છો.  ગરમ સૂપ શરીરને આરામ આપવામાં અને પેટને હલકું રાખવામાં મદદ કરે છે. શાકભાજીમાંથી મળતા ફાઇબર, વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પાચનમાં સુધારો કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે.

આ ફળોનો વિકલ્પ પણ છે

ફળો હંમેશા શરીરના પોષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તમને રાત્રે ભૂખ લાગે છે ત્યારે તે એક સારો વિકલ્પ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમને મોડી રાત્રે ભૂખ લાગે તો કીવી, ચેરી જેવા ફળોનું સેવન કરી શકાય છે. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.