Mango Shake for Diabetes : ગરમી વધવાની સાથે જ કેરી બધાનું પ્રિય ફળ બની જાય છે. એમાં પણ જો મેંગો લવર્સને મેંગોસ શેક મળે છે, તો પછી પુછવું જ શું, તેનું મન ખુશ ખુશાલ થઇ જાય છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેઓ પોતાના શુગર લેવલ વિશે સભાન છે તેમના મનમાં હંમેશા એક પ્રશ્ન હોય છે કે શું મેંગો શેક પીવો યોગ્ય છે? શું આનાથી સુગર લેવલ સ્તર ખૂબ વધી જાય છે.આજે આપણે આ પ્રશ્નનો સાચો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

મેંગો શેકમાં કેટલું શુગર હોય છે?

કેરી પોતે જ એક મીઠી ફળ છે. તમે બધા આ જાણો છો, પરંતુ જો આપણે 100 ગ્રામ કેરી વિશે વાત કરીએ, તો તેમાં લગભગ 14-15 ગ્રામ કુદરતી સુગર  હોય છે. જ્યારે તમે તેને દૂધ અને ક્યારેક ખાંડ ઉમેરીને શેકમાં રૂપાંતરિત કરો છો, ત્યારે તેની મીઠાશ વધે છે. એટલે કે જો તમે ખાંડ ઉમેરીને મેંગો શેક પીઓ છો, તો એક ગ્લાસમાં લગભગ 30-35 ગ્રામ ખાંડ હોઈ શકે છે. જે ફક્ત દૂધ અને ખાંડમાંથી જ મળે છે.                                               

શું ડાયાબિટીસના દર્દીઓએ મેંગો શેક પીવો જોઈએ?

જો તમને ડાયાબિટીસ છે, તો તમારે મેંગો શેક પીતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. આનો અર્થ એ નથી કે તમારે કેરીથી સંપૂર્ણપણે દૂર રહેવું પડશે, પરંતુ તમારે તેની માત્રા અને બનાવવાની રીત બદલીવ પડશે,

ફક્ત કેરી અને દૂધમાંથી બનેલો શેક પીવો ઠીક છે. એટલે કે, તેમાં ખાંડ ઉમેરવી જોઈએ નહીં.

આ શેકમાં ફ્રેશ ક્રીમ કે આઈસ્ક્રીમ ન ઉમેરો,  કારણ કે તે કેલરી અને ખાંડ બંને વધારે છે. અને વજન વધવાનું કારણ પણ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો