Health tips:થાઈરોઈડમાં વજન વધે કે ઘટે. તમે તેને દવાઓ દ્વારા નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તમારા આહારમાં ખોરાક અને કેટલાક રસનો સમાવેશ કરીને તેને નિયંત્રિત કરી શકાય છે.


આજકાલ દરેકના ઘરમાં એક યા બીજી બીમારી ચોક્કસપણે જોવા મળશે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત રોગો, થાઈરોઈડ એવા રોગો છે, જે લોકોને વધુ પરેશાન કરી રહ્યા છે. થાઈરોઈડ એક એવી ગંભીર સમસ્યા છે, જેના કારણે વજન કાં તો ખૂબ જ ઝડપથી વધે છે અથવા તો ખૂબ જ ઝડપથી ઘટે છે. વજન વધવાનું સૌથી મોટું કારણ એ છે કે, ભૂખ ખૂબ લાગે છે. થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે દવાઓને બદલે જો તમે કેટલાક હેલ્ધી જ્યુસનું સેવન કરશો તો તમારું થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે. ચાલો જાણીએ ક્યા એવા જ્યુસ છે. જે થાઈરોઈડના દર્દીઓએ પીવું જોઈએ.


દૂધીનું જ્યુસ,


દૂધનું જ્યુસ  થાઈરોઈડ માટે ફાયદાકારક સાબિત થાય છે. સવારે ખાલી પેટે દુધીનું જ્યુસ  પીવાથી થાઈરોઈડ ઓછું થવા લાગે છે.  સાથે એનર્જી વધે છે. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે. દુધીના જ્યુસનું સેવન અવશ્ય કરવું જોઈએ.


જળકુંભી


થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે જળકુંભીનું જ્યૂસ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે, બે કપ જળકુંભી પાંદડા અને 2 સફરજનને સારી રીતે ધોઈ લો અને તેને કાપી લો. આ બંને વસ્તુઓને મિક્સરમાં સારી રીતે પીસી લો, તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેનું સેવન કરો. આ મિશ્રણથી થાઈરોઈડ ઘટવા લાગશે અને વજન પણ ઘટશે. આવી સ્થિતિમાં આ જ્યુસનું સેવન ચોક્કસ કરવું જોઈએ.


બીટરૂટ અને ગાજરનો રસ


 બીટરૂટ અને ગાજરનો રસ થાઈરોઈડ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ જ્યુસ બનાવવા માટે એક ગાજર, એક બીટ, એક દાડમ અને એક સફરજન લો. આ બધી વસ્તુઓને નાના-નાના ટુકડામાં કાપીને પીસી લો. તેનું જયુસ બનાવીને તેનું સેવન કરો, આ જ્યુસથી આયર્નની ઉણપ પૂરી થાય છે. આ જ્યુસ પીવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે.