International Tea Day 2024: ચા આપણા ભારતીયો માટે એક લાગણી છે. તેથી જ ચા દરેક પ્રસંગે યાદ આવે છે. પછી તે દુ:ખ હોય કે સુખ. આ એક એવું લોકપ્રિય પીણું છે જેના વિના કેટલાક લોકોની સવાર અધૂરી છે. ચા પ્રેમીઓ સવારે ઉઠતાની સાથે જ ચા પી લે છે. પછી સાંજના સમયે ચા નાસ્તા માટે પણ જરૂરી છે. મળવા અને વાત કરવા માટે પણ ચાની ચૂસકીની જરૂર પડે છે. જો કે ઘણા લોકો ગ્રીન ટી, બ્લેક ટી, વ્હાઈટ ટી, હર્બલ ટી, કેમોમાઈલ ટી વગેરે પીતા હોય છે. પરંતુ ઈન્ટરનેશનલ ટી ડે નિમિત્તે અમે તમને બ્લેક ટી પીવાના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.


ભારતમાં ઇન્ટરનેશનલ ટી ડે દર વર્ષે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, પરંતુ ડિસેમ્બર 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નિર્ણય પછી આ દિવસ હવે 21 મેના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં ચીન ચાનો સૌથી મોટો નિકાસકાર છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા 2007માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, ભારતમાં ઉત્પાદિત કુલ ચામાંથી લગભગ 80 ટક ચાનો વપરાશ માત્ર સ્થાનિક ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે.


 વર્ષ 2005માં પહેલીવાર નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે પછી આ દિવસ વિયેતનામ, ઇન્ડોનેશિયા, નેપાળ, યુગાન્ડા, તાન્ઝાનિયા સહિત અન્ય ચા ઉત્પાદક દેશોમાં ઉજવવામાં આવ્યો. 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નિર્ણય પછી ઇન્ટરનેશલ ટી ડેની શરૂઆત કરાઇ હતી.


બ્લેક ટી પીવાના  ફાયદા


બ્લેક ટી પીવાથી હૃદય સ્વસ્થ રહે છે.વાસ્તવમાં બ્લોક ટીમ એન્ટીઑકિસડન્ટ જેને ફ્લેવોનોઈડ કહેવામાં આવે છે, તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બ્લેક ટી પીવાથી હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને આમ તે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે.


બ્લેક ટી પીવાથી તમારી પાચનતંત્ર સ્વસ્થ રહે છે, તેમાં રહેલ પોલિફીનોલ સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, તે પેટના ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ અસરકારક માનવામાં આવે છે.


કેટલાક અભ્યાસો અનુસાર, બ્લેક ટી સિગારેટ પીવાથી ફેફસાંને થતા નુકસાનને ઘટાડવામાં મદદરૂપ છે. તે સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. ઓછી કેફીન ઓછી કેલરી અને ઓછી કેલરીવાળા પીણા તરીકે બ્લોક એ વધુ સારું પીણું છે.


નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે કાળી ચામાં હાજર પોલિફેનોલ્સ ટ્યુમરના વિકાસનું જોખમ ઘટાડે છે. તે સ્તન, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે.


બ્લેક ટીમાં કેફીન અને એલ-થેનાઈન નામનો એક પ્રકારનો એમિનો એસિડ હોય છે જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. બ્લેક ટી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે, તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ વાયરલ ઈન્ફેક્શનને રોકવામાં મદદરૂપ થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.