Beauty Tips: ત્વચાના કોષોના નિર્માણ અને સમારકામ માટે વિટામિન એ મહત્વપૂર્ણ છે. તે ત્વચાની અમુક સમસ્યાઓને કારણે થતાં સોજો સામે લડવામાં પણ મદદ કરે છે.ખરજવું અને ત્વચાની અન્ય સમસ્યાઓના વિટામિન Aની ઉણપના કારણે થઇ શકે છે. આટલું જ નહિ વિટામિન Aની ઉણપ સ્કિનની બ્યુટી પણ છીનવી લે છે.
વિટામિન A સ્કિન માટે મહત્વપૂર્ણ છે અને વિટામિન Aની કમીથી આંખ, ઇમ્યુનિટી અને સ્કિન સંબંધિત સમસ્યા થઇ શકે છે. જો કે તેનું વધુ સેવન કરવાથી વોમિટિંગ જેવી સમસ્યા પણ થઇ શકે છે.
વિટામિન A સ્કિન, આંખ અને હાડકાના સ્વાસ્થ્યની સાથે રોગપ્રતિકારક શક્તિ વઘારવામા માટે પણ જ કારગર છે.
વિટામિન Aની કમીથી સ્કિન ડ્રાઇ થઇ જાય છે. જેનો અર્થ છે કે, વિટામીન A સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે. વિટામિન A સ્કિનને લાંબા સમય સુધી યંગ જવા રાખવાનું કામ કરે છે.