Health:ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર..
ખીચડીમાં દાળ અને ચોખા બંને મિક્સ કરવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ ચોખામાંથી અને પ્રોટીન કઠોળમાંથી મળે છે. તેમાં શાકભાજી ઉમેરવાથી વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી રહે છે અને તે સંપૂર્ણ આહાર બની જાય છે. તેમાં જીરું અને ઘી ઉમેરવાથી તેના સ્વાસ્થ્ય લાભમાં વધારો થાય છે.
ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. તે દાળ અને ચોખાને એકસાથે ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. સ્વાદ અને જરૂરિયાત મુજબ તેમાં શાકભાજી, ઘી કે મસાલા પણ ઉમેરી શકાય છે. તાજેતરમાં, ખીચડીને રાષ્ટ્રીય ખાદ્ય બનાવવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે
ઓટસ: ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.
દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.
બાજરા: બાજરા ખીચડી રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.
મકાઇની ખીચડી: શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ, હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે.