Fitness and Job: કામનો તણાવ અને લાંબા કામના કલાકો એક સમય પછી બોજ બની જાય છે. મોટાભાગના લોકો પાસે આ માટે કોઈ વિકલ્પ નથી.  જો કે તેનાથી અનેક મુશ્કેલી ઉભી થઇ શકે છે.


 જો તમને પૂછવામાં આવે કે તમારે સ્વાસ્થ્ય અને કારકિર્દી વચ્ચે પસંદગી કરવાની છે, તો તમે શું પસંદ કરશો? વાસ્તવમાં, તમે જવાબ આપતા પહેલા થોડીવાર થોભી જશો અને આપને આ પ્રશ્ન મૂર્ખામીભર્યો પણ લાગશે,. . કારણ કે આ બંને બાબતો સુખી જીવન માટે ખૂબ જ જરૂરી છે. હવે તમારી જાતને ખૂબ પ્રામાણિકપણે પૂછો, શું તમે આ 8-9 કલાકની રોજની નોકરીમાં ખરેખર ખુશ છો?


તમારો જવાબ હા હશે તેવી સંભાવના નહિવત્ છે. પરંતુ જો તમે ખુશ હોવ તો પણ 99 ટકા લોકો આ સ્થિતિમાં ખુશ નથી. અમે અહીં કામના કલાકો વધારવા કે ઘટાડવાની વાત નથી કરી રહ્યા પરંતુ કેટલીક  પરિસ્થિતિઓ પર તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ કારણ કે એક જ પોઝિશનમાં 8થી 9 કલાક બેસી રહેવાથી સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે.


વર્કહોલિક છો કે નહીં, પરંતુ જો તમે દરરોજ 8 થી 9 કલાક કામ કરો છો, તો એવી સંભાવના છે કે આગામી કેટલાક વર્ષોમાં સ્નાયુઓમાં દુખાવો, હાયપરટેન્શન, હાર્ટ એટેક, ચિંતા, સ્ટ્રોક, ડિપ્રેશન, સ્નાયુઓમાં દુખાવો, કમરનો દુખાવો, સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ પેઇન વગેરે સમસ્યા થઇ શકે છે. આ મુદ્દે થોડું  જાગૃત થવાની જરૂર છે. થોડી આદતો બદલીને આપ નોકરી સાથે સ્વાસ્થ્યનું પણ જતન કરી શકો છો.



  • દરરોજ કસરત કરો

  • દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો

  • રોજિંદા આહારમાં ફાઈબરની માત્રા વધુ લો

  • ફાસ્ટ ફૂડ, ડીપ ફ્રાઈડ, મેંદાને તદન અવોઇડ કરો

  • સૂવાના સમયે બે કલાક પહેલાં રાત્રિભોજન કરો

  • જમ્યા પછી તરત જ કલાકો સુધી બેસી ન જવું  કે થોડી ટહેલવાની આદત પાડો.

  • યુવાવર્ગમાં વધતુ જતું ડિપ્રેશનનું પ્રમાણ


મનોવૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે યુવાનોમાં વધતો તણાવ અને એકલતાની લાગણી તેમને માનસિક બીમારીઓ તરફ દોરી જઇ રહી છે.  ખાસ કરીને ડિપ્રેશન મોટી સંખ્યામાં યુવાનોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. સામાન્ય રીતે, ભારતમાં યુવાનો શિફ્ટના નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ઓફિસમાં રહે છે, જે થોડા સમય પછી તેમને ભાવનાત્મક રીતે પરેશાન કરવાનું શરૂ કરી શકે  છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.