શોધખોળ કરો

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

Health Tips: ચોમાસાની સિઝન જેટલી ખુશનુમા હોય છે, આપણા ડાયજેશન માટે તે એટલી જ સંવેદનશીલ હોય છે. આ સિઝનમાં પેટને લગતી સમસ્યાઓ વધી જાય છે. પરંતુ ડાયટમાં થોડો ફેરફાર કરીને તમે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસામાં પાચન સમસ્યાઓ ટાળવા ડાયટ બદલવું જરૂરી.
  • આદુ, દહીં-છાશ પેટને સ્વસ્થ રાખી પાચન સુધારે છે.
  • ફુદીનો અને બાફેલા શાકભાજી એસિડિટી-ગેસ ઘટાડે છે.
  • દૂધવાળી ચા ટાળી હર્બલ ટી પીવી લાભદાયક છે.

Monsoon Health Tips: ચોમાસાની સિઝન ભીષણ ગરમીથી રાહત તો લાવે છે, પરંતુ પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ પણ લઈને આવે છે. આ સિઝનમાં હવામાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી પનપે છે, જેની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. અવારનવાર લોકો આ સિઝનમાં બ્લોટિં, એસિડિટી, ફૂડ પોઇઝનિંગ અને અપચા જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે. જો તમે પણ ચોમાસામાં પેટની ગરબડથી ઝઝૂમી રહ્યા છો, તો દવાઓના બદલે તમારા ડાયટમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યાઓને સરળતાથી કંટ્રોલ કરી શકો છો. ચાલો જાણીએ ડાયટમાં કયા ફૂડ્સ સામેલ કરવા જોઈએ.

1. આદુ

આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે. ચોમાસામાં દરરોજ આદુની ચા અથવા હૂંફાળા પાણીમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવો, ગેસ અને ચૂક જેવી સમસ્યાઓમાં તરત જ આરામ મળે છે.

આ પણ વાંચો...દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

2. દહીં અને છાશ

પેટ માટે પ્રોબાયોટિક્સનું સેવન ખૂબ જ જરૂરી છે. દહીં અને છાશમાં રહેલા ગુડ બેક્ટેરિયા આંતરડાને સ્વસ્થ રાખે છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે. જો કે, ધ્યાનમાં રાખો કે ચોમાસામાં રાતના સમયે દહીં ખાવાનું ટાળવું જોઈએ. તેને બપોરના સમયે તમારા ડાયટમાં સામેલ કરો.

3. ફુદીનો

ફુદીનો પોતાની ઠંડક અને ઔષધીય ગુણો માટે જાણીતો છે. તે પેટના સ્નાયુઓને આરામ આપે છે અને એસિડિટી તેમજ બ્લોટિંગને ઓછું કરે છે. આવી સ્થિતિમાં તમે તમારા ડાયટમાં ફુદીનાની ચટણી, ફુદીનાનું પાણી અથવા તેને લીંબુ પાણીમાં મિક્સ કરીને પી શકો છો.

4. બાફેલી અને ગ્રીલ્ડ શાકભાજી

આ સિઝનમાં કાચા શાકભાજી કે સલાડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં બેક્ટેરિયા હોવાનું જોખમ વધુ હોય છે. તેની જગ્યાએ દૂધી, તુરીયા, કોળું અને ટીંડોળા જેવા હળવા શાકભાજીને બરાબર ધોઈને, બાફીને અથવા સૂપના રૂપમાં લો. આ શાકભાજી પચવામાં સરળ હોય છે.

5. હર્બલ ટી

દૂધવાળી ચાની જગ્યાએ કેમોમાઈલ, ગ્રીન ટી અથવા અજમા અને જીરાનું પાણી પીઓ. આ ડ્રિંક્સ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને પેટને લગતી સમસ્યાઓથી બચાવે છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આ કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ નવો ફેરફાર કે નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત આરોગ્ય નિષ્ણાતની સલાહ અવશ્ય લો.)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ચોમાસામાં પેટ સંબંધિત કઈ સમસ્યાઓ થાય છે?

ચોમાસામાં હવામાં ભેજ વધવાથી બેક્ટેરિયા અને વાયરસ પનપે છે. આ કારણે બ્લોટિંગ, એસિડિટી, ફૂડ પોઈઝનિંગ અને અપચા જેવી સમસ્યાઓ જોવા મળે છે.

ચોમાસામાં પેટની સમસ્યાઓથી બચવા શું ખાવું જોઈએ?

પાચન સુધારવા માટે આદુ, દહીં-છાશ, ફુદીનો, બાફેલી અને ગ્રીલ્ડ શાકભાજી તથા હર્બલ ટીનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ચોમાસામાં દહીં અને છાશનું સેવન ક્યારે કરવું જોઈએ?

દહીં અને છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાને સ્વસ્થ રાખે છે. ચોમાસામાં રાતના સમયે દહીં ખાવાનું ટાળવું જોઈએ અને તેને બપોરના સમયે ડાયટમાં શામેલ કરવું જોઈએ.

ચોમાસામાં કયા શાકભાજી ટાળવા જોઈએ અને કયા ખાવા જોઈએ?

આ સિઝનમાં કાચા શાકભાજી કે સલાડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં બેક્ટેરિયા હોવાનું જોખમ વધુ હોય છે. તેની જગ્યાએ દૂધી, તુરીયા, કોળું જેવા હળવા શાકભાજીને બાફીને અથવા સૂપના રૂપમાં લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget