શોધખોળ કરો

Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ

Mood Swings: વારંવાર મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું અને કારણ વગર આવતા ગુસ્સાથી પરેશાન છો તો શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે

Mood Swings:   સ્વસ્થ અને ખુશ રહેવા માટે સારો મૂડ ખૂબ જ જરૂરી છે. સારો મૂડ દિવસને આનંદમય બનાવે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જો તમને વારંવાર મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું અથવા ગુસ્સો આવતો હોય, તો તેના પાછળ માત્ર માનસિક કારણો જ નહીં પરંતુ શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ પણ જવાબદાર હોઈ શકે છે.

મૂડ સ્વિંગ્સના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીક વખત હોર્મોન્સમાં થતા ફેરફારોને કારણે મૂડ બદલાય છે, તો કેટલીક ગંભીર બીમારીઓ પણ તેનું કારણ બની શકે છે. આ ઉપરાંત શરીરમાં કેટલાક ખાસ વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ પણ મૂડ પર નકારાત્મક અસર કરી શકે છે.

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ પોષક તત્ત્વોની જરૂર પડે છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. ખોરાક માત્ર સ્વાદ કે ભૂખ સંતોષવા માટે નહીં, પરંતુ શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. જ્યારે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થાય છે, ત્યારે તેની સીધી અસર મગજ અને દૈનિક કાર્યક્ષમતા પર પડે છે.

આ પણ વાંચો: દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

પોષક તત્ત્વોની ઉણપને કારણે વસ્તુઓ યાદ રાખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, સકારાત્મક વિચારવામાં અને સ્પષ્ટ રીતે વિચારવામાં મુશ્કેલી પડી શકે છે. અનેક સંશોધનોમાં પણ સામે આવ્યું છે કે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની કમી આપણા મૂડને અસર કરે છે.

કયા વિટામિન્સની ઉણપથી થઈ શકે છે મૂડ સ્વિંગ્સ?

મૂડ સ્વિંગ્સનું એક મોટું કારણ વિટામિન અને પોષક તત્ત્વોની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને નીચેના વિટામિન્સની કમી મૂડ પર અસર કરી શકે છે:

વિટામિન B
વિટામિન C
વિટામિન D
વિટામિન E

આ ઉપરાંત નીચેના મિનરલ્સની ઉણપ પણ મૂડ સ્વિંગ્સનું કારણ બની શકે છે:

કેલ્શિયમ
ક્રોમિયમ
આયર્ન
ઝીંક
સેલેનિયમ
મેગ્નેશિયમ
ડાયટમાં શું ધ્યાન રાખવું?
પોષક તત્ત્વોની ઉણપને કારણે શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી તમારા દૈનિક આહારમાં પૂરતા પોષક તત્ત્વો મળી રહ્યા છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે.

મીઠું, ખાંડ અને તેલનું સેવન મર્યાદિત રાખો.
બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો.
દૂધ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો.
તાજા ફળો અને શાકભાજી વધુ ખાઓ.
સૂકા મેવા અને બીજને ડાયટમાં સામેલ કરો.
લીલા પાંદડાવાળા શાકભાજીનું વધુ સેવન કરો.
આખુ અનાજ (Whole Grains) ખાવા પર ભાર આપો.

યોગ્ય અને સંતુલિત આહાર લેવાથી માત્ર શરીર જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને મૂડ સ્વિંગ્સ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Advertisement

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Embed widget