અમદાવાદઃ ડાયાલિલીસ નેટવર્ક્સની અગ્રણી શ્રૃંખલા અને એશિયાની સૌથી મોટી ડાયાલિસીસ પ્રદાતા નેફ્રોપ્લસ દ્વારા તેની સૌપ્રથમ ઇવેન્ટ 'આશાયે'નું 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરમાં પોતાના સેન્ટરના ડાયાલિસિસના દર્દીઓ માટે આયોજન કર્યુ હતું. શૈક્ષણિક તેમજ રમૂજવાળી આ એક દિવસીય ઇવેન્ટનો હેતુ ડાયાલિસીસના દર્દીઓને રોગ પરત્વેના તેમની સતર્કતાના સ્તર, સમજણ અને અનુભવાતા પડકારો અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો હતો.
300થી વધુ દર્દીઓએ પરિવારો, કેરગિવર્સ સાથે આપી હાજરી
નેફ્રોપ્લસના નેટવર્કની અંદરના અને બહરારના આશરે 300થી વધુ ડાયાલિસીસ દર્દીઓએ તેમના પરિવારો અને કેરગિવર્સ સાથે હાજરી આપી હતી. આ શૈક્ષણિક તેમજ રમૂજ વર્કશોપમં કૌશલ્ય ધરાવતા નેફ્રોલોજિસ્ટ, વેસ્ક્યુલર સર્જન્સ, ડાયેટિશિયન્સ અને માનસિક આરપોગ્ય વ્યાવસાયિકોએ ડાયાલિસીસ પર હોવા છતાં જીવન કેવી રીતે સાધારણ બની શકે છે તેની વાત કરી હતી. આ પ્રોગ્રામમાં ઓફર કરવામાં આવતી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતુ જેમાં જે વ્યક્તિ ડાયાલિસીસ પર હોય તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોષણ કેન્દ્રિત ડાયેટરી પ્લાનની જરૂરિયાત અને અગત્યતા, દર્દીઓના ફિસ્તુલાસને કેવી રીતે જાળવી રાખવા તેનું શિક્ષણ, પ્રવાહી સંતુલન અને વિવિધ અગત્યના વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ પહેલમાં આ દર્દીઓને કીડનીના રોગો અને વિકસતી સકારાત્મક વર્તણૂંક વિશે નકારાત્મક-માંદગી દ્રષ્ટિકોણમા કેવી રીતે કામ લેવુ તે અંગે પણ ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. ઉપરાંત રેનલ-ફ્રેંડલી ખોરાક સાથે તૈયા કરેલ લંચ પણ પીરસવામાં આવ્યુ હતુ અને ઇવેન્ટનું સમાપન અનેક રમૂજી રમતો અને પ્રવત્તિઓ સાથે થયુ હતું.
સફળ આશાયે ઈવેન્ટની ભાવનામાં, નેફ્રોપ્લસના સહ-સ્થાપક, કમલ શાહે જણાવ્યું હતું કે, ''નેફ્રોપ્લસ ડાયાલિસિસ મેનેજમેન્ટ અને સારવારમાં જ્ઞાનના અંતરને ઘટાડવાના ઉદ્દેશ્યથી મુશ્કેલી મુક્ત ડાયાલિસિસ પ્રક્રિયાના નિર્માણમાં માને છે. આશાયે જેવી ઘટના ડાયાલિસિસના દર્દીઓમાં આત્મવિશ્વાસ વધારે છે અને તેમને રોગની બહાર જીવન જોવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે આશાયે ઈવેન્ટ માટે અમને મળેલા પ્રતિસાદથી અમે રોમાંચિત છીએ, તે તેની રજૂઆતથી જ વધી રહી છે.''
આ કાર્યક્રમમાં લોકપ્રિય નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને કિડની હેલ્થના સ્થાપક ડૉ. આર. કે. મંડોટ પણ હાજર રહ્યા હતા. તેમણે કિડની રોગના વધુ સારા વ્યવસ્થાપનમાં ડાયાલિસિસની ભૂમિકા અને કિડની રોગની સારવાર પ્રક્રિયામાં વધુ મૂલ્ય ઉમેરી શકે તેવી દર્દી-સ્તરની જવાબદારીઓ વિશે માહિતીપ્રદ ચર્ચા સાથે મહેમાનોને સંબોધિત કર્યા હતા..