Corn flakes or Oats which is better: ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ બંને નાસ્તા માટે સારા વિકલ્પો છે. ઓટ્સ અને કોર્ન ફ્લેક્સના ફાયદા અને પોષણ મૂલ્ય જાણો.


ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ બ્રેકફાસ્ટ


 ઘણી વખત ઓફિસ જતા લોકો પાસે નાસ્તો બનાવવાનો સમય નથી હોતો. આવી સ્થિતિમાં લોકો નાસ્તામાં રેડીમેડ અથવા તૈયાર વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો નાસ્તામાં ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ ખાય છે. તેઓ બનાવવામાં ઘણો ઓછો સમય લે છે અને હેલ્થી નાસ્તો  છે. જે લોકો પરેજી પાળતા હોય છે તેઓ તેમના આહારમાં ઓટ્સ અને કોર્નફ્લેક્સનો પણ સમાવેશ કરે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં કઈ વસ્તુ વધુ હેલ્ધી છે. જાણો ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં શેની ન્યુટ્રીશન વેલ્યૂ વધુ છે,


કોર્ન ફ્લેકસના ફાયદા


કોર્ન ફ્લેક્સ  મકાઈમાંથી તૈયાર કરવામાં આવે છે. 100 ગ્રામ કોર્ન ફ્લેક્સમાં 0.4 ગ્રામ ચરબી, 84 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7.5 ગ્રામ પ્રોટીન, 1.2 ગ્રામ ફાઈબર, 2% કેલ્શિયમ અને કુલ 378 કેલરી હોય છે.


કોર્ન ફ્લેક્સના ફાયદા


કોર્ન ફ્લેક્સ હૃદય માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. કોર્ન ફ્લેક્સમાં ચરબી ખૂબ ઓછી હોય છે.


દૂધ અને કોર્ન ફ્લેક્સ ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. જો તમે તેને મધ અથવા બદામ ઉમેરીને ખાઓ તો તે એન્ઝાઇમ માટે ફાયદાકારક છે. કોર્ન ફ્લેક્સથી ફેફસાં પણ સ્વસ્થ રહે છે.


કોર્ન ફ્લેક્સ ડાયેટિંગ અથવા વેઇટ લોસ માટે માટે  કોર્ન ફ્લેકસ સારો ઓપ્શન છે.  કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કોર્ન ફ્લેક્સ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.


ઓટ્સની ન્યુટ્રીશન વેલ્યૂ


ઓટસ ફાઇબરથી ભરપૂર છે. તેમાં બીટા ગ્લૂકેન હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેમાં 100  ગ્રામ ઓટસમાં 108 ફેટસ, 26.4 ગ્રામ  પ્રોટીનમાં  16.5 ફાઇબર હોય છે103 કાર્બ્સ  તેમજ 8 ટકા કેલ્શિયમ અને 607 ટોટલ કેલેરી હોય છે


ઓટ્સ ખાવાના ફાયદા


ફાઈબરથી ભરપૂર નાસ્તો હોવાથી ઓટ્સનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે. ઓટ્સ ખાવાથી  કબજિયાતની સમસ્યા દૂર થાય છે.ઓટ્સ ખાવાથી પેટ ભરાયેલું રહેતા લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને વેઇટ લોસમાં મદદ કરે છે.


ઓટ્સમાં લો ગ્લાઇસમિક ઇન્ડેક્સ હોય છે. જેનાથી  બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. હાર્ટ પણ હેલ્થી રહે છે. નિયમિત રીતે ઓટ્સ લેવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં વધુ સારો વિકલ્પ ક્યો છે?


બંને હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બંને સારા વિકલ્પો છે. પરંતુ શારીરિક રીતે સક્રિ રહેતા  લોકો માટે કોર્ન ફ્લેક્સ વધુ સારું છે. બીજી તરફ, જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ઓટ્સ તમારા માટે વધુ સારો ઓપ્શન છે. જો તમને આંતરડાને લગતી સમસ્યા છે તો તમારે ઓટ્સ ખાતી વખતે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ઓટ્સમાં વધુ ફાઈબર હોય છે, જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.