Heart Attack Risk Factors: આજના આધુનિક યુગમાં હૃદય રોગ (Heart Disease) એ વિશ્વભરમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે. મેડિકલ સાયન્સના મતે, આ પાછળનું સૌથી મોટું અને ગંભીર કારણ આપણી 'બેઠાડુ જીવનશૈલી' (Sedentary Lifestyle) છે. ખાસ કરીને ઓફિસમાં કે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકો, જેઓ દિવસના 8 થી 10 કલાક ખુરશીમાં બેસીને વિતાવે છે, તેમના માટે ખતરાની ઘંટડી સમાન છે. લાંબા સમય સુધી હલનચલન વિના બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ (Blood Circulation) ધીમું પડે છે, જે સીધું હાર્ટ એટેક (Heart Attack) અને કાર્ડિયાક અરેસ્ટના જોખમને અનેકગણું વધારી દે છે.

શું છે '58+2' નો નિયમ? હૃદયને સ્વસ્થ રાખવા માટે નિષ્ણાતોએ એક સરળ નિયમ સૂચવ્યો છે. તે મુજબ, તમારે દર 58 મિનિટ કામ કર્યા પછી, ફરજિયાત 2 મિનિટનો બ્રેક લઈને હળવી કસરત કરવી જોઈએ. જો તમે 8 કલાકની શિફ્ટ કરો છો, તો તમે દિવસમાં 8 વખત શરીરને એક્ટિવ કરી શકો છો. આ નાનકડો ફેરફાર સ્નાયુઓની જકડાશ દૂર કરશે અને બ્લડ સર્ક્યુલેશન સુધારશે.

ઓફિસમાં કરી શકાય તેવી 2 મિનિટની 8 સરળ કસરતો:

  1. તાઈ ચી હોપ સ્ટ્રેચ (Tai Chi Hop Stretch): તમારી જગ્યા પર સીધા ઊભા રહો. પગના પંજા પર થોડું કૂદકો (Hop) મારો અને સાથે બંને હાથ ઉપર-નીચે કરો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 50 વખત કરો. ત્યારબાદ થોડું વોક કરો.
  2. વોલ સીટ (Wall Sit): દીવાલના ટેકે પીઠ રાખીને ઊભા રહો. હવે ધીમે ધીમે ખુરશીમાં બેઠા હોવ તેવી પોઝિશનમાં નીચે આવો. આ સ્થિતિમાં 40 થી 60 સેકન્ડ સુધી હોલ્ડ કરો.
  3. સેમી પુશ-અપ્સ (Semi Push-ups): તમારા મજબૂત સોફા કે ડેસ્કના કિનારે હાથ ટેકવીને પુશ-અપ્સની જેમ શરીરને આગળ-પાછળ કરો. આના 10-15 સેટ્સ કરો.
  4. લેગ સ્વિંગ (Leg Swing): ખુરશી કે ટેબલનો સહારો લઈ ઊભા રહો. એક પગને હવામાં આગળ-પાછળ ઝૂલાવો. બંને પગે 15-15 વખત આ કસરત કરો.
  5. સીટીંગ લેગ રેઝિસ્ટન્સ (Sitting Leg Resistance): ખુરશી પર બેઠા બેઠા પગને થોડા પહોળા કરો. હવે તમારી એડી (Heels) ને જમીન પરથી ઉપર કરો અને નીચે લાવો. આ 10 વખત પુનરાવર્તન કરો.
  6. રિવર્સ ડિપ્સ (Reverse Dips): ખુરશીની સીટ પર હાથ પાછળ રાખીને પકડો. પગ સીધા રાખો અને હાથના જોરે શરીરને ઉપર-નીચે કરો. આ 25 વખત કરો.
  7. તાઈ ચી સ્ક્વોટ (Tai Chi Squat): પગ પહોળા રાખી ઘૂંટણમાંથી સહેજ વળો. હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં રાખો અને પંજા પર શરીર ઉંચકવાનો પ્રયાસ કરો. 50 વખત રિપીટ કરો.
  8. સ્કીપિંગ કે જમ્પ (Skipping): જો દોરડું ન હોય તો કાલ્પનિક દોરડું પકડીને 100 વખત હળવા કૂદકા મારો.