Omicron diagnosis:  કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના લક્ષણો, પરીક્ષણો, આઇસોલેશન વિશે જાણવું જરૂરી છે. તો આપ સંક્રમિત છો તો કેટલા દિવસ બાદ ટેસ્ટ કરાવશો જાણીએ.  

ભારતમાં નવા કોરોના વાયરસ Omicron ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને મેટ્રો શહેરોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાના લક્ષણો કરતાં હળવા હોવાનું માનવામાં આવે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ પર કોરોનાની રસી કેટલી અસરકારક રહેશે તે કહેવું બહુ વહેલું છે. ઓમિક્રોનનો આ  નવો વેરિયન્ટ છે. જેથી   આવી સ્થિતિમાં, આ અંગે વધુ ડેટા ઉપલબ્ધ નથી. હાલમાં સંક્રમણના કેસના  વધતા જોખમને જોતા, તેના લક્ષણોને જાણવામ પણ જરૂરી છે.

ઓમિક્રોનના લક્ષણો

ડોકટરોનું કહેવું છે કે અત્યાર સુધી નોંધાયેલા કેસોને જોતા ઓમિક્રોનના લક્ષણો હળવા સંક્રમણને દર્શાવે છે. જો કે, વિવિધ કેસોમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ફેફસાંને ડેલ્ટા વેરિઅન્ટ અને મૂળ કોવિડ-19 સ્ટ્રેન કરતાં ઓછું નુકસાન પહોંચાડી રહ્યું છે. જે લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે તેઓ થાક, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, વહેતું નાક, છીંક, ઉબકા, રાત્રે પરસેવો, સૂકી ઉધરસ, તાવ જેવા લક્ષણો અનુભવી રહ્યા છે. હળવા લક્ષણોમાં પેરાસીટામોલ લેવાથી આરામ મળે છે.

ઓમિક્રોન લક્ષણો કેટલો દિવસમાં દેખાય છે?

ઓમિક્રોનના લક્ષણો થોડા દિવસોમાં દેખાય છે. કારણ કે તેના લક્ષણો ડેલ્ટાના લક્ષણો કરતાં હળવા છે, લોકોને માત્ર સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થોડો થાક લાગે છે. આ લક્ષણો પણ લગભગ 5 દિવસ પછી અદૃશ્ય થઈ જાય છે. કોવિડ-19ના લક્ષણો દેખાવામાં સરેરાશ 5-6 દિવસનો સમય લાગે છે. ઘણા કિસ્સાઓમાં, લક્ષણો 14 દિવસમાં ગમે ત્યારે દેખાઈ શકે છે.

ઓમિક્રોનથી ચેપ લાગે તો ક્યારે પરીક્ષણ કરાવવું

કોવિડ નોર્મ અનુસાર, જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અથવા તમને ઘણા લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારો કોવિડ -19 ટેસ્ટ કરાવો. જો  ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તેના બે દિવસ પહેલા અને 10 દિવસ સુધી તમે અન્ય લોકોને ચેપ લગાવી શકો છો. આ સિવાય કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ કેસની ગંભીરતા પર નિર્ભર કરે છે. જો તમને 10 દિવસ પછી પણ લક્ષણો દેખાય છે અને  તો તમે અન્ય લોકોને ચેપ લગાવી શકો છો.

ઓમિક્રોનમાં કેટલા દિવસ આઇસોલેટ રહેવું

જો આપ કોરોના પોઝિટિવ હોવ તો  આપને ઓછામાં ઓછા 10 દિવસ સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું જોઈએ. જો તમે સંપૂર્ણપણે  રિકવર થઇ ગયા હો તો  પણ હળવી ઉધરસ રહી શકે છે.  જો કે દસ દિવસ બાદ આઇસોલેશનથી બહાર આવી શકો છો. છો. પરતું જો તાવ આવતો હોય તો આઇસોલેશનમાં વધુ સમય રહેવું હિતાવહ છે.

જો તમે ઓમિક્રોન કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવો તો શું કરવું

જો તમે કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો, તો પહેલા તમારી જાતને આઇસોલેટ કરી દો. કરો. ભલે આપે રસી લગાવી  હોય ચેપના ફેલાવાને રોકવા માટે, ઓછામાં ઓછા 10 દિવસ અન્ય લોકોથી દૂર રહો.આપને આ દરમિયાન કોવિડ ટેસ્ટ કરાવો. જો કોઈ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.