Weight Loss: આજની બદલતી જીવનશૈલીના કારણે પેટ પર ચરબી જામી જવી એક સમાન્ય સમસ્યા બની ગઇ છે. એક્સરસાઇઝની સાથે આપ ડાયટમાં ફેરફાર કરીને પણ બેલી ફેટથી છુટકારો મેળવી શકો છો.


કાકડી શરીરને હાઇડ્રેઇટ રાખે છે. તે બેલી ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે. તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે. તેનાથી લિવર પણ હેલ્થી રહે છે.


બદામ ફાઇબરનો સારો સ્ત્રોત છે. રોસ્ટેડ બદામ સ્નેકમાં લઇ શકો છો. રાત્રે પાણીમાં પલાળેલી બદામ સવારે ભૂખ્યા પેટે ખાવાથી ફાયદો થાય છે.


વજન ઘટાડવા માટે પપૈયું ખૂબ જ અસરકારક છે. પપૈયામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, તેમાં ઓછી કેલરી સાથે વિટામિન એ, સી અને ફાઈબર સારી માત્રામાં હોય છે. તેમાં રહેલા પોષક તત્વો પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં પપૈયાને અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો.


અજમામાં કેલ્શિયમ, વિટામિન સી, ફાઇબર, ભરપૂર માત્રામાં હોય છે. જે પેટની ચરબીને છૂટકારો અપાવમાં કારગર છે.બેલી ફેટને ઓછું કરવા અજમાને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.


Boost Immunity:  5 સુપર ફૂડને કરો ડાયટમાં સામેલ



  • શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ફૂડ

  • આ 5 ફૂડનું  વિન્ટરમાં કરો સેવન

  • આ 5 ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર છે

  • શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ,અન્ય પોષકતત્વો છે.

  • ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

  • ઘી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે

  • શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ.

  • ગોળમાં  આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમનો ખજાનો છે.

  • ગોળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કરે છે કામ

  • ખજૂર વિટામિન્સ, મિનરલ્સ,ફાઈબરનો સારો સ્ત્રોત 

  • ખજૂર રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે.

  • આદુનો એન્ટી બાયોટિક્સ ગુણધર્મ છે

  • જે શરીરનં સંક્રમણથી બચાવે છે


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.