Remedies For Burn Scars: દાઝી ગયા બાદ ત્વચા પર ખૂબ જ ખરાબ નિશાન રહી જાય છે. આ નિશાનને કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.


રસોડામાં ભોજન બનાવતી વખતે ઘણીવાર મહિલાઓ દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે, ગરમ તેલ, દૂધ છાંટા ઉડનાથી ત્વચા દાજી જાય છે  અથવા  કોઈપણ ગરમ વાસણને સ્પર્શ કરવાથી ઘણી વખત હાથ બળી જાય છે. આવી સ્થિતિમાં તમે મોટાભાગની મહિલાઓના હાથ પર દાઝવાના કાળા નિશાન રહી જાય છે.  આ નિશાન તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. સાથે જ કેટલીક વખત નાના બાળકો પણ બેદરકારીના કારણે દાઝી જાય છે. આવી સ્થિતિમાં, દાઝી ગયેલી જગ્યા પર ઘા થયા પછી ખંજવાળ અને ડાઘ થાય છે. દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે, પરંતુ તેમની કોઈ ખાસ અસર નથી. જો તમે પણ દાઝી જવાના નિશાનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો. આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા જણાવી રહ્યા છીએ જેનાથી દાઝી જવાના નિશાન દૂર થઈ જશે.


કેવી રીતે નિશાનને હટાવશો


1- જો તમારી ત્વચા પર ક્યાંય પણ દાઝી જવાના નિશાન હોય તો તે જગ્યાએ રોજ નારિયેળ તેલ લગાવો. તેનાથી ડાઘ હળવા થશે અને રાહત મળશે.


2- બળવાના નિશાન દૂર કરવા માટે મધ અને હળદરની પેસ્ટ બનાવો. હવે તેને દરરોજ બળી ગયેલી ત્વચા પર લગાવો. તેનાથી ધીમે-ધીમે બળવાના નિશાન હળવા થશે.


3- બળવાના નિશાન પર ગાજરનો રસ રોજ લગાવો. આ બળી ગયેલા ડાઘને હળવા કરશે.


4- બળેલી ત્વચાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ લગાવો. દરરોજ બદામનું તેલ લગાવવાથી દાઝેલા ડાઘ હળવા થવા લાગે છે.


5- દાઝી ગયેલી ત્વચાને ઈંડાના ઉપયોગથી પણ ઠીક કરી શકાય છે. આ માટે ઈંડાના પીળા ભાગને હળવો ફ્રાય કરો અને તેને મધમાં મિશ્રિત નિશાન પર લગાવો.


6- તમે ત્વચા પર ટામેટા અને લીંબુ લગાવીને પણ ડાધને ઘટાડી શકો છો. ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર થોડી વાર લગાવો. 2 કલાક પછી પાણીથી ધોઈ લો.


7- દાઝી ગયેલી ત્વચા પર પણ ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીનો રસ દાઝી ગયેલા ડાઘને લાઇટ ચોકકસ કરે છે. .


8- બળવાના નિશાનને દૂર કરવા માટે તમે લવંડરનો પણ ઉપયોગ કરી શકો છો. સોફ્ટ કપડામાં લવંડર તેલના થોડા ટીપાં નાંખો અને તેને છોડી દો. તે ડાઘ દૂર કરશે


9-  દાઝી ગયાના નિશાનને દૂર કરવા માટે તમે બટાકાની છાલને પણ ઘસી શકો છો. આનાથી કોઈપણ પ્રકારના ત્વચા પરના ડાધથી છુટકારો મળશે.


10- બળ્યા પછી નિશાન હોય તો તેના પર પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને લગાવો, આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને તેને પીસીને લગાવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.